India / sports
રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનની ઉપલબ્ધિઓઃ સૌથી ઓછી ટેસ્ટમાં 150 વિકેટ લેનાર ડાબોડી બૉલર જાડેજા અને 26 વાર 5 વિકેટ લેનાર અશ્વિન
03:47 PM on 05th August, 2017

હાલમાં શ્રીલંકાના પ્રવાસે ગએલી ભારતીય ક્રિકેટ ટીમના  કેપ્ટન કોહલી સિવાયના ખેલાડીઓ ફુલ ફોર્મમાં છે.રનનો ઢગલો ઝૂડવા સાથે હરીફ ટીમની વિકેટો પણ ડઝન મોઢે ખેરવી રહ્યા છે.ભારતના બે બૉલર રવિન્દ્ર જાડેજા અને આર. અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં નવી ઉપલબ્ધિ મેળવી રહ્યા છે.

ડાબોડી સ્પિન બૉલર જાડેજા સૌથી ઓછી એટલે કે, 32 ટેસ્ટમાં 150 વિકેટ લેનાર ડાબોડી બૉલર બન્યો છે.જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર મિશેલ જૉનસનને પાછળ રાખી દીધો છે.કોલંબો ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાં જાડેજાએ બે વિકેટ ખેરવી આ ઉપલબ્ધિ મેળવી છે.

 

ઉલ્લેખનિય છે કે,ભારતના જમણેરી સ્પિન બૉલર્સની વાત કરીએ તો,હમણાં સુધી આ ઉપલબ્ધિ  વિનુ માંકડના નામે હતી.તેમણે 40 ટેસ્ટમાં 150 વિકેટ લીધી હતી.બિશનસિંબ બેદીએ 41 ટેસ્ટમાં 150 વિકેટ લીધી હતી.

આર. અશ્વિને કોલંબો ટેસ્ટની પહેલી ઇનિંગમાં 69 રન આપી 5 વિકેટ લીધી તે સાથે જ ટેસ્ટ ક્રિકેટમાં 26 વાર પાંચ કે તેથી વધુ વિકેટ લેવાની ઉપલબ્ધિ મેળવી.અશ્વિને 51મા ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી છે.આ અગાઉ પાકિસ્તાનના વકાર યુનુસે 20 વાર અને ઇયાન બોથમે 19 વાર પાંચ વિકેટ હોલ પુરા કર્યા હતા.

 
 

Read Also

 
Related News