World / Politics
જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે...સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનને ભારતનો કડક જવાબ
01:10 PM on 09th September, 2017

સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ અને સંસ્કૃતિ મંચ પર ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે,જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે.ભારતે એ પણ કહ્યું કે,તેના વિસ્તાર પર ગંદી નજર રાખવા ઇસ્લામાબાદ આતંકવાદનો 'સરકારી નીતિના સાધન' તરીકે ઉપયોગ કરે છે તે નિંદાને પાત્ર છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના શાંતિ અને સંસ્કૃતિ મંચ પર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાનને ઉગ્ર જવાબ આપતા ભારતે કહ્યું કે,પાકિસ્તાન આતંકીઓને શરણ આપે છે તે વાત આખી દુનિયા જાણે છે.ન્યાય અને આત્મ નિર્ણયની ચિંતાના ઓઠા હેઠળ પાકિસ્તાન તેના ઇરાદાઓને પુરા કરવા ઇચ્છે છે.

 

 

સંયુક્ત રાષ્ટ્રસંઘમા ભારતના રાજનયિક શ્રીનિવાસ પ્રસાદે કહ્યું કે,પાકિસ્તાન આતંકવાદનો ઉપયોગ  'સરકારી નીતિના સાધન' તરીકે કરી રહ્યું છે અને ભારતના ક્ષેત્રની લાલચમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનો ઉપયોગ કરી રહ્યું છે.તેમણે કહ્યું કે,હું અમારા પાડોશીને યાદ અપાવી શકું છું કે,જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે.આ જ એ સમય છે કે,પાકિસ્તાન આ વાતનો સ્વીકાર કરી લે.

 
 

Read Also

 
Related News