India / gujarath
અપક્ષ ચૂંટણી લડવા જિગ્નેશ મેવાણીનો લોકફાળો કુલ 9 લાખ,અરુંધતી રોયે 3 લાખ આપ્યા
02:33 PM on 01st December, 2017

જિગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહ્યો છે.ચૂંટણી લડવા લોકો તેને આર્થિક મદદ કરી રહ્યા છે.અત્યાર સુધીમાં જિગ્નેશને કુલ 9 લાક રૂપિયાનો ફાળો મળ્યો છે.જેમાં સામાજિક કાર્યકર અરુંધતી રોયે 3 લાખ રૂપિયા આપ્યા છે.

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતમાં જિગ્નેશે કહ્યું કે,અરુંધતી રોયે દાન રૂપે તેને 3 લાખ રૂપિયા આપ્યા છે.અરુંધતી ઉપરાંત નારીવાદી લેખિકા નિવેદીતા મેનને 50,000 રૂપિયા આપ્યા છે.જિગ્નેશે કહ્યું કે,અત્યાર સુધીમાં તેને કુલ 9 લાક રૂપિયા દાનપેટે મળ્યા છે.

 

જિગ્નેશે કહ્યું કે, આર્થિક મદદ માટે તેણે એક અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર જાહેર અપીલ કરી હતી.તે પછી અરુંધતી રોયે તેને મદદ મોકલી હતી.જિગ્નેશે કહ્યું કે.તે પહેલેથી જ અરુંધતીના સંપર્કમાં છે.

ઉલ્લેખનિય છે કે,દલિત નેતા જિગ્નેશ મેવાણીને પોતાની સાથે લાવવા કોંગ્રેસે બહુ પ્રયાસ કર્યા,રાહુલ પણ જિગ્નેશને મળ્યા હતા.જિગ્નેશે ચતુરાઇપૂર્વક કોંગ્રેસમાં પ્રવેશ ન લીધો,કોંગ્રેસને સમર્થન આપ્યું પણ ઉમેદવારી તો અપક્ષ જ કરી.

 
 

Read Also

 
Related News