India / Business
રિલાયન્સે 1500 રૂપિયાવાળો 'સ્માર્ટ' ફીચર ફોન Jio મોબાઇલ ફોન રજૂ કર્યો,હવે ગ્રાહકને મોકલાશે
05:16 PM on 22nd September, 2017

રિલાયન્સ Jioએ 1500 રૂપિયામાં મોબાઇલ ફીચર ફોન આપવાની જાહેરાત કરી હતી અને બૂકિંગ પણ કર્યું છે તે ફોન રજૂ કરી દેવામાં આવ્યો છે.જે લોકોએ આ ફીચર મોબાઇલ ફોન બૂક કર્યો છે તેમને હવે મોકલવામાં આવશે.

Jio મોબાઇલ ફીચર ફોન કાળા કલરનો છે અને હાર્ડ પ્લાસ્ટિકથી બનેલો છે.તેમાં Linux  આધારીત Kai OS છે.ફોનમાં Jioના પ્રિ લોડેડ એપ્સ પણ આપવામાં આવ્યા છે.ટોર્ચ પણ છે.એક ક્વિક મેન્યુ પણ છે.જેમાં વાઇફાઇ,બ્લૂટૂથ,ફ્લેશ લાઇટ અને ઓડિયો જેવા વિકલ્પો આપવામાં આવ્યા છે.આ ફીચર ફોનમાં નેવિગેશનના માધ્યમથી એકસેસ કરી શકાય છે.

 

આ ફીચર મોબાઇલ ફોનમાં Jio ટીવી માટે એત ડેડિકેટેડ બટન છે જેને લાંબો સમય દબાવીને એક્ટિવેટ કરી શકાય છે.કોલિંગ બટનમાં જ Jio મનીનો લોગો છે તેને પણ લાંબો સમય દબાવવાથી વોલેટ એપ લોન્ચ કરી શકાય છે.Jio સિનેમા એપ પણ છે

ઇન્ટરનેટ સર્ફિંગ માટે એક બ્રાઉઝર છે જેના માધ્યમથી ગૂગલ ખોલી શકાય છે પણ વ્હોટસએપ,યુટ્યુબ અને ફેસબૂક એપ નથી.

ફોનના આગળના ભાગમાં વીજીએ કેમેરા છે.ફોનની પાછળની બાજુ બે મેગાપિકસ્લનો કેમેરા છે.વીડિયો ચેટનું એપ પણ છે તેથી આગળના કેમેરાનો ઉપયોગથી વીડિયો ફોન કરી શકાય છે.

 
 

Read Also

 
Related News