India / Business
કરશે યુવાઓને મુઠ્ઠીમાં...જો સરકાર મંજૂરી આપશે તો રિલાયન્સ JIO 38000 કોલેજમાં મફત WI-FI સેવા આપશે !
03:45 PM on 24th July, 2017

રિલાયન્સ જિયોએ મફત ફોન આપવાની ઘોષણા કર્યા પછી હવે દેશના કરોડો યુવાન-યુવતીઓને માટે એક સૂચિત યોજનાની ઓફર સરકારને આપી છે.દેશની 38000 કોલેજોમાં મફત WI-FI સેવા આપવાનો પ્રસ્તાવ જિયોએ સરકારને મોકલી આપ્યો છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ સમાચાર' પત્રમાં પ્રકાશિત અહેવાલમાં કહેવાયું છે કે, રિલાયન્સ જિયોએ કેન્દ્ર સરકારના HRD મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલી ઇચ્છા વ્યક્ત કરી છે કે, HRD મંત્રાલય હેઠળ આવતી 38000 કોલેજોના લગભગ 3 કરોડ વિદ્યાર્થીઓને કંપની  મફત  WI-FI સેવા  આપવા ઇચ્છે છે.ગત જૂન મહિનામાં જિયો તરફથી મંત્રાલયને પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તેમાં કહેવાયું હતું કે,HRD મંત્રાલય હેઠળ આવતી દેશની 38000 કોલેજોને રિલાયન્સ જિયો મફત WI-FI સેવાથી જોડવા માગે છે.જિયોના આ પ્રસ્તાવ પર HRD મંત્રાલય વિચાર કરી રહ્યું છે.આ પ્રસ્તાવની તમામ બાજુઓ મંત્રાલય જાણી લેવા માગે છે.

 

 

જિયોનો આ પ્રસ્તાવ જો સરકાર મંજૂર કરે તો 38000 કોલેજોના બધા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ કનેક્શન મળે અને તેઓ પોતે ઓનલાઇન અભ્યાસક્રમો જેવા સંસાધનોનો ઉપયોગ કરી શકશે.આ માટે રિલાયન્સ જિયો હોટસ્પોટ વિકસિત કરવા વિચારી રહી છે.

એવું પહેલીવાર બન્યું  છે કે,આ રીતનો પ્રસ્તાવ મલ્યો હયો અને તેથી સરકાર અન્ય ટેલિકૉમ કંપનીઓને પણ તક આપવા ઇચ્છે છે.સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ અને પારદર્શી રહે તે માટે સરકાર ટેન્ડર બહાર પાડશે.જો કે,રિલાયન્સ જિયો મફત  WI-FI સેવા માટે કોઇ ચાર્જ નથી કરવાની,અન્ય કંપનીઓ મફતમાં સેવા આપાવ તૈયાર થશે કે કેમ તે સવાલ છે.

ઉલ્લેખનિય છે કે, HRD  મંત્રાલયે કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં મફત  WI-FI સેવા આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જે હજુ સુધી મંજૂર કરવામાં નથી આવ્યો. HRD મંત્રી પ્રકાશ જાવડેકરે હાલમાં જ ઘોષણા કરી હતી કે, દેશની 38 યુવિવર્સિટીમાં 31 ઓગસ્ટ સુધીમાં WI-FI સેવા આપવામાં આવશે. 

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News