India / Entertainment
કંગના રણોટનું વધુ એક નિવેદન...મારા બાપની ઉંમરના આદિત્ય પંચોલીએ મને ઘણીવાર શારિરીક ઇજાઓ કરી !
01:41 PM on 02nd September, 2017

કંગના રણોટે હાલમાં એક નિવેદન કર્યું છે....આદિત્ય પંચોલી વિશે.એક મુલાકાતમાં તેણે કહ્યું કે,આદિત્ય પંચોલીએ તેને ઘણીવાર શારિરીક ઇજાઓ કરી હતી મતલબ કે,તેની સાથે મારપીટ કરી હતી.

ઉલ્લેખનિય છે કે,કંગના મુંબઇ આવી હિંદી સિનેમામાં પ્રવેશ મેળવવા પ્રયાસ કરી રહી હતી ત્યારે આદિત્ય પંચોલીએ તેને આશરો અને મદદ કર્યા હતા.ચર્ચા એવી પણ છે કે,કંગના આદિત્ય પંચોલી સાથે રિલેશનશિપમાં હતી.

હાલમાં એક મુલાકાતમાં આદિત્યએ કહ્યું કે,તેઓ પતિ-પત્નિની જેમ જ રિલેશનશિપમાં હતા.યારી રોડ પર એક જુદા મકાનનું પણ બંને આયોજન કરી રહ્યા હતા.એક મિત્રના ઘરે તે બન્ને (કંગના અને આદિત્ય પંચોલી) ત્રણ વર્ષ સાથે પણ રહ્યા હતા.કંગના જે ફોન વાપરતી હતી તે પણ આદિત્યનો જ હતો.કંગના જે કંઇ પણ વાપરતી હતી તે બધું તેને એટલે કે આદિત્યનું જ હતું.

 

કંગનાએ અગાઉ એક મુલાકાતમાં આદિત્યનું નામ લીધા વિના કહ્યું હતું કે,તે માણસ મારા પિતાની ઉંમરનો હતો.તેણે મને માથામાં બહુ ગંભીર ઇજા કરી હતી.તે સમયે મારી ઉંમર 17 વર્ષની હતી.મારા માથામાંથી લોહી નિકળી રહ્યું હતું.મેં મારું સેન્ડલ કાઢીને તેના માથામાં માર્યું હતું,મેં તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ કરી હતી.

કંગનાએ હવે એક ટૉક શૉમાં સ્પષ્ટતા કરી છે કે,તે માણસ એટલે આદિત્ય પંચોલી.કંગનાએ કહ્યું કે,મદદ માટે તેણે આદિત્યની પત્ની ઝરીના વહાબ સાથે પણ વાત કરી હતી.

ઉલ્લેખનિય છે કે,તાજેતરમાં એક ટેલિવિઝન ચેનલના કાર્યક્રમમાં પણ કંગનાએ રિતિક રોશનવાળા પ્રકરણનો ઉલ્લેખ કરી,રિતિકને તેની સામે હાજર કરવા કહ્યું હતું.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News