India / Entertainment
કપિલની તબિયત સુધરી...'મુબારકાં'નો પ્રમોશન એપિસોડ શૂટ કર્યો ! પડતીની સીડીઓ સડસડાટ ચડતો કપિલ શર્મા
03:19 PM on 27th July, 2017

પડતીની સીઢી ચડી રહેલા કપિલ શર્માની તબિયત સુધરી ગઇ છે અને તેણે કામ શરૂ કરી દીધું છે.અનિલ કપૂરની ફિલ્મ 'મુબારકાં'નો પ્રમોશન એપિસોડ કપિલે શૂટ કર્યોનો અહેવાલ છે.

ઉલ્લેખનિય છે કે,કપિલની તબિયત ખરાબ થતાં તે શાહરૂખ સાથે શૂટ કરી શક્યો ન હતો અને શાહરૂખે પરત જવું પડ્યું હતું.એક એપિસોડ શૂટ ન થતાં જુનો એપિસોડ બતાવવો પડ્યો હતો.હવે કપિલ કામ પરત ફર્યો છે અને અનિલ કપૂર તથા અર્જુન કપૂરની ફિલ્મ 'મુબારકાં'નો પ્રમોશન એપિસોડ શૂટ કર્યો છે.'મુબારકાં'ના પ્રમોશન માટે અનિલ કપૂર અને અર્જુન કપૂર પહેલીવાર આવ્યા ત્યારે કપિલ બેભાન થઇ હયો હતો તેથી અનિલ અને અર્જુને પરત જવું પડ્યું હતું અને કપિલને તરત હોસ્પિટલ લઇ જવાયો હતો.પરંતુ શાહરૂ અને અનુષ્કા શર્મા સાથે આવું બન્યું ન હતું.

 

એક વેબસાઇટે સમાચાર આપ્યો હતો કે,શાહરૂખ અને અનુષ્કાને પરત મોકલ્યા પછી કપિલ તેની ફિલ્મ ફિરંગીના શૂટિંગમાં ગયો હતો.વેબસાઇટે આ સમાચાર પુરતા પુરાવા સાથે આપ્યો હતો.વેબસાઇટે કહ્યું હતું કે,કપિલ તેની બિલ્ડિંગમાંથી નિકળી જનરલ સ્ટુડિયો તરફ ગયો હતો.તેથી હવે જે મુખ્ય વાત છે તે એ કે,શાહરૂખ તેની ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રમોશન માટે ફરી કપિલના શોમાં આવશે કે કેમ ?

બીજીબાજુ સોની ચેનલ પણ કપિલનો કોન્ટ્રાક્ટરિન્યુ કરવાના મૂડમાં નતી છેલ્લા ત્રણ મહિના થયા પણ કોન્ટ્રાક્ટ હજુ રિન્યુ કરાયો નથી.જે એપ્રિલ મહિનામાં રિન્યુ કરવાનો હતો.

 
 

Read Also

 
Related News