કપિલે સોની ચેનલને કહ્યું...આભાર...હું મારા સ્વાસ્થ્યની અવગણના ન કરી શકું !
'ધ કપિલ શર્મા શૉ'ને બંધ કરનાર સોની ટેલિવિઝન ચેનલનો કપિલ શર્માએ આભાર માન્યો છે.કપિલે કહ્યું છે કે,તે તેના સ્વાસ્થ્યની અવગણના ન કરી શકે.
કપિલની તબિયત સારી ન રહેતી હોય ઘણા બધા બોલીવુડ સ્ટારને કપિલના સેટ પરથી શૂટિંગ કર્યા વિના પરત ફરવું પડતું હતું. વારંવારની આ ઘટનાથી નારાજ સોની ચેનલે કપિલને મૌખિક નોટિસ આપી સ્પષ્ટતા કરવા કહ્યું હતું.આ પછી સમાચાર આવ્યો કે,ચેનલે કપિલનો શૉ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રિપોર્ટ કહે છે કે,તેનો શૉ બંધ થવા અંગે કપિલે કહ્યું કે,''હું થોડા દિવસ આરામ કરવા જઇ રહ્યો છું.થોડા એપિસોડ પુરતી જ વાત છે કારણ કે,અમે સ્ટેજ પર અમારી તબિયતની અવગણના ન કરી શકીએ.મારી ફિલ્મ રજૂ થવાની છે અને હવે પછીના શેડ્યુઅલ ઘણા વ્યસ્ત રહેવાના છે.હું પુરી શક્તિથી પરત આવીશ.હું ચેનલનો આભારી છું કે,તેણે કોઇ દબાણ કર્યા વિના મને મંજૂરી આપી.''
જે રિપોર્ટ મળી રહ્યા છે તે કહે છે કે,કપિલ અને ચેનલે સાથે બેસી અમુક એપિસોડ શૂટ ન કરવા નિર્ણય કર્યો છે.ચેનલના સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે,''કપિલ સાથેના સંબંધો મહત્વ ધરાવે છે.તે જલ્દી સ્વસ્થ બને તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.તે જ્યારે સંપૂર્ણ સારો થઇ જશેત્યારે અમે ફરી શૂટિંગ શરૂ કરશું.''