India / Entertainment
સુનિલ ગ્રોવર સાથે મારે સમસ્યા હતી જેનો આગળ જતાં ભારે કિંમત ચુકવવી પડી મારેઃ કપિલ શર્માની કબૂલાત
01:32 PM on 09th September, 2017

તળિયે જઇ બેઠેલી પોતાના શૉની લોકપ્રિયતા,બ્લડ પ્રેશર,સુગર,એન્ગ્જાઇટી અને દારૂની લતનો ભોગ બની ગએલા કપિલ શર્માએ તેનો શૉ અને સુનિલ ગ્રોવર સાથેના વિવાદ અંગે અમુક વાતો કહી છે.

હાલ બેંગાલુરુમાં આયુર્વેદિક ઉપચાર કરાવી રહેલા કપિલ શર્માએ 'હિન્દુસ્તાન ટાઇમ્સ' સમાચારપત્રને મુલાકાત આપી તેમાં સુનિલ ગ્રોવર સાથેના ઝઘડા અંગે વાત કરી છે.કપિલે કહ્યું છે કે,હું સ્વીકાર કરું છું કે,અમુક સમસ્યા હતી જેની મારે આગળ જતાં મોટી કિંમત ચુકવવી પડી છે.પણ તે ઝઘડાને કંઇક વધારીને રજૂ કરવામાં આવ્યો.તે જોઇને મને ઘણું દુઃખ થયું કે,કોઇએ લખ્યું કે,ફ્લાઇટમાં મને ભોજન ન મળતા મેં બધો ગુસ્સો સુનીલ પર જોડું ફેંકીને કાઢ્યો.તમને શું લાગે છે કે,હું ખેરખર આવું કરી શકું ?

 

 

કપિલે સ્વીકાર કર્યો કે,સુનિલ સાથેના ઝઘડા પછી તેણે દારૂને પોતાનો સાથીદાર બનાવ્યો.જેને કારમે તેની તબિયત ખરાબ રહેવા લાગી.સુનિલ પછી અલી અને ચંદન પ્રભાકરે પણ શૉ છોડી દીધો તેથી ટીઆરપીને અસર થઇ અને તે પછી મેં દારૂ પીવાનું શરૂ કર્યું.

જો યોગ્ય સમયે હું લોકો સામે આ વાત લાવ્યો હોત તો ગેરસમજ ન થાત.મારા મૌનનો મીડિયાએ ખોટો ફાયદો ઉઠાવ્યો.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News