વધારે પડતું કામ કર્યું અને તબિયત બગડી, ડિપ્રેશન નથીઃકપિલ શર્માનો ખુલાસો
ધીરે ધીરે લોકપ્રિયતાનું રેટિંગ ગુમાવી રહેલા અને હાલમાં વારંવાર બીમાર પડી રહેલા હાસ્ટ કલાકાર કપિલ શર્માએ કહ્યું છે કે,તે ડિપ્રેશનમાં નથી,વધારે પડતું કામ કરવાથી તેની તબિયત બગડી છે.

એક વેબસાઇટને આપેલી મુલાકાતમાં કપિલે કહ્યું કે,તેની આગામી ફિલ્મ 'ફિરંગી'નું શૂટિંગ ચાલી રહ્યું છે અને તેણે જરૂર કરતાં વધુ કામ કર્યું અને તબિયતનું ધ્યાન ન રાખ્યું તેથી બીમાર પડી ગયો છે તે ડિપ્રેશનમાં નથી.તેને બીપીની સમસ્યા છે અને તેને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું.
કપિલની બીમારીને કારણે શાહરૂખ અને અનુષ્કા જેવા મોટા સ્ટાર્સને પરત જવું પડ્યું તેવા જે અહેવાલ હતા તે મામલે કપિલે કહ્યું કે,આ અહેવાલ આધાર વિનાના છે,એવું કશું બન્યું ન હતું.