મેવાડના મહારાજા ફિલ્મ 'પદ્માવતી' જોઇને વાંધો ન ઉઠાવે તો કરણી સેના વિરોધ ન કરવા અંગે વિચાર કરશે
ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાળી માટે 'પદ્માવતી' મુસીબતનો પહાડ બનીને આવી છે.મુસીબતોના આ પહાડ વચ્ચે આશાની એક કાંકરી ખરી છે.કરમી સેનાએ કહ્યું છે કે,મેવાડના મહારાજા 'પદ્માવતી' જુવે અને તેમને જો કંઇ વાંધાજનક ન લાગે તો કરણી સેના ફિલ્મનો વિરોધ ન કરવા અંગે વિચાર કરી શકે છે.
મેવાડના ઐતિહાસિક રાજવી પાત્ર મહારાણી પદ્માવતી,તેના પતિ અને મુસ્લિમ આક્રમક અલાઉદ્દીન ખિલજીને સાંકળતી લોકકથા પર સંજય લીલા ભણસાળીએ ભ્વય ફિલ્મ બનાવી છે.રાજસ્થાનની કરણઈ રાજપૂત સેનાનુંમાનવું છે કે,ભણસાળીએ ફિલ્મમાં પદ્માવતીને ખરાબ રીતે રજૂ કરી છે.આ બાબતને લઇને કરણી સેના ગત વર્ષથી ફિલ્મનોવિરોદ કરી રહી છે.

કરણી સેનાનો વિરોધ રાજ્સ્થાન પુરતો મર્યાદીત ન રહી અન્ય રાજ્યોમાં પણ ફેલાયો છે.રાજકીય પક્ષો અને નેતાઓ પણ વિવાદમાં કૂદી પડ્યા છે.ભણસાળીનું માથું વાઢી લાવનારને 5થી10 કરોડ રૂપિયા ઇનામ આપવાની ઘોષણાઓ કરવામાં આવી છે.રણવીરસિંહના ટાંટિયા તોડી નાંખવાની અને દીપિકા પાદુકોણ પર હુમલાની ધમકીઓ પણ આપવામાં આવી છે.
'પદ્માવતી' ડિસેમ્બરે દેશભરના થિએટરમાં રજૂ થવાની હતી પણ હવે ઉગ્ર બનેલા વિવાદના કારણે ફિલ્મના નિર્માતા વાયકોમ મોશન પિકચર્સે સત્તાવારા નિવેદન પ્રસિદ્ધ કરી જાણ કરી છે કે, ફિલ્મ 'પદ્માવતી'ની રજૂઆતને સ્થગિત કરી દેવામાં આવી છે.