India / sports
કેપ્ટન અને કોચ વચ્ચેનો કંકાસ-કકળાટ હદ પાર કરી ગયો છે,કોહલી કુંબલેને કોઇ સંજોગોમાં નથી ઇચ્છતો
01:20 PM on 20th June, 2017

ટીમ ઇન્ડિયાના કેપ્ટન કોહલી અને મુખ્ય કોચ કુંબલે વચ્ચેનો ખટરાગ એ સ્થિતિએ પહોંચ્યો છે કે,બંને વચ્ચે હવે સમાધાન શક્ય નથી.કોહલીએ કુંબલે મામલે મન ખોલીને CAC (ક્રિકેટ એડવાયઝરી કમિટિ)ને વાત કરી છે.હવે આ કમિટિ કંબલે સાથે વાત કરવાની છે.

સૂત્રોનું કહેવું છે કે,ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલના એક દિવસ પહેલા  CAC અને કોહલી વચ્ચે બેઠક થઇ હતી તેમાં કોહલીએ સ્પષ્ટ કહ્યું હતું કે,તેના અને કોચ કુંબલે વચ્ચે વિરોધ વધી રહ્યો છે.કામ લેવાની કુંબલેની પદ્ધતિનો કોહલીએ વિરોધ કર્યો હતો.તેણે કહ્યું કે.તેની અને કુંબલે વચ્ચે એ હદે અંતર વધી ગયું છે કે,હવે સાથે આવવાની કોઇ શકયતા નથી.

 

 CAC ઇચ્છે છે કે,કોહલી અને કુંબલે વચ્ચે સમાધાન કરાવી કુંબલેને બે વર્ષ પછી રમાનારા વિશ્વકપ સુધી કોચ પદે રાખવો પણકોહલી હવે કુંબલેને કોઇ પણ કિંમતે નથી ઇચ્છતો.

ઉલ્લેખનિય છે કે,કુંબલેનો કાર્યકાળ ચેમ્પિયન્સ ટ્રોફી સાથે પુરો થતો હતો પણ તેને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ સુધી લંબાવાયો છે.કુંબલેની કોચ તરીકેની કામગીરી બિનવિવાદાસ્પદ રહી છે અને સફળ પણ રહી છે તેથી તેને હટાવવા માટે  CAC પાસે કોઇ યોગ્ય કારણ પણ નથી.

 
 

Read Also

 
Related News