India / sports
મારા હાથમાં તો માત્ર બેટ અને બેસ્ટ આપવાનું જ છેઃવિરાટ કોહલી
03:52 PM on 19th July, 2017

રવિ શાસ્ત્રીને ટીમ ઇન્ડિયાના મુખ્ય કૉચ બનાવવામાં પોતાની ભૂમિકા અંગે વિરાટે કહ્યું કે,તેના હાથમાં તો માત્ર બેટ છે અને બેસ્ટ આપવાનું તેનું કામ છે.રવિ શાસ્ત્રીએ કહ્યું કે,ભરત અરુણ મારા કરતાં ટીમને વધુ સારી રીતે જાણે છે.

શ્રીલંકા રવાના થતાં પહેલાં આજે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાત કરી હતી.ઉલ્લેખનિય છે કે,શ્રીલંકા પ્રવાસ દરમિયાન ભારત અને શ્રીલંકા વચ્ચે 3 ટેસ્ટ,5 વન-ડે અને 1 ટી20 મેચ રમાવાની છે.

 

 

રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ બનાવવામાં તેની ભૂમિકા અંગે પુછવામાં આવેલા સવાલમાં કોહલીએ કહ્યું કે,ઘણી બધી અટકળો ચાલી રહી છે પણ મારા હાથમાં તો માત્ર બેટ છે અને મારું કામ છે બેસ્ટ આપવાનું. તેણે કહ્યું કે,અમે સાથએ રહીને સારું કામ કર્યું છે.મને નથી લાગતું કે,અમારે પરસ્પરને સમજવામાં વધુ કોશિશ કરવી પડશે.

બોલિંગ કૉચ ભરત અરુણ સંબંધિત એક સવાલના જવાબમાં શાસ્ત્રીએ કહ્યું કે,ભરત અરુણને કોચિંગનો વધુ સારો અનુભવ છે,તે ટીમને મારા કરતાં વધુ સારી રીતે જાણે છે.છેલ્લા 3 વર્ષમાં ટીમ ઇન્ડિયાએ બહુ સારું કર્યું છે.ટીમ ઇન્ડિયા નંબર વન બની છે અને જે કોઇ પણ ટીમ સાથે જડોાએલા રહ્યા તે બધાને યશ મળે છે તે કુંબલે હોય કે રવિ શાસ્ત્રી.

 
 

Read Also

 
Related News