'જાને ભી દો યારો'...ફિલ્મ દિગ્દર્શક અને લેખક કુંદન શાહ જતા રહ્યા...હાર્ટ એટેકથી નિધન !
બહુ અર્થપૂર્ણ અને સમાજને સંદેશ આપતી કૉમેડી ફિલ્મો અને ટેલિવિઝન ધારાવાહિકોના દિગ્દર્શક અને લેખક કુંદન શાહનું આજે નિધન થયું છે.તેઓ 69 વર્ષના હતા.તેમને હાર્ટ એટેક આવ્યો હતો.મુંબઇના બાંદ્રા વિસ્તારમાં તેમના નિવાસ સ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા.
1983માં આવેલી હિંદી ફિલ્મ 'જાને ભી દો યારો' અને ટેલિવિઝન ધારાવાહિ 'નુક્કડ' ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રને તેમનું શ્રેષ્ઠ યોગદાન છે.પુનાની ફિલ્મ ઇન્સ્ટિટયુટમાંથી કુંદન શાહે દિગ્દર્શનનો અભ્યાસ કરેલો.કૉમેડી ફિલ્મો અને નાટકના તેઓ માસ્ટર હતા.દિગ્દર્શક તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી 'જાને ભી દો યારો' જે તેમની ઓળખ બની ગઇ અને આજે પણ આ ફિલ્મને યાદ કરવામાં અને જોવામાં આવે છે.'જાને ભી દો યારો' ઉપરાંત તેમણે કભી હાં,કભી ના, ક્યા કહના,ખામોશ,હમ તો મહોબ્બત કરેગા,દિલહૈ તુમ્હારા ફિલ્મો પણ બનાવેલી.તેમની ફિલ્મ 'કભી હાં,કભી ના' ને શ્રેષ્ઠ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ પણ મેળેલો.'જાને ભી દો યારો'ને નેશનલ એવોર્ડ મળેલો.ટેલિવિઝનની પ્રસિદ્ધ અને યાદગાર ધારાવાહિઓ જેવી કે નુક્કડ,વાગલેકી દુનિયા,પરસાઇ કહતે હૈ બનાવી હતી.

કુંદન શાહ જ તે દિગ્દર્શક હતા જેમણે 2015માં દેશમાં ઉભા થએલા અસહિષ્ણુતાના વિવાદના પગલે 23 દિગ્દર્શકો સાથે મળી નેશનલ એવોર્ડ સરકારને પરત કરવાની ઘોષણા કરી હતી.
તેમનો જન્મ 19 ઓકટોબર,1947ના થયો હતો.