India / Entertainment
ખડખડાટ હાસ્ય વિનાના ટેલિવિઝન શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ટીઆરપી ન મળતા ત્રણ જજને પાણીચું !... હસો યાર હસો...
04:12 PM on 16th October, 2017

ટેલિવિઝન પર અભિનેતા અક્ષય કુમાર હાસ્ય-કોમેડી શો લઇને આવ્યો તેના પહેલા એપિસોડમાં જ લાગ્યું કે,બાપુ આ શો ચાલે તો તેના નસીબ.શોના ત્રણ જજને જોઇને દર્શકોએ પુછ્યું હતું આ કોણ છે વળી ? લોકો જેને જાણતા ન હતા તે અજાણ્યા ત્રણ જજ મલ્લિકા દુઆ,ઝાકિરખાન અને હુસેન દલાલને શોમાંથી ચાલતા કરી દેવાયા છે,કારણ છે ટીઆરપી.

 

ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો ખાસ્સા વર્ષો પછી શરૂ થયો,હોસ્ટ તરીકે અભિનેતા અક્ષય કુમારને જોઇને લોકોને લાગ્યું કે,આ શો પણ અગાઉના શો જેવો હશે અને જોરદાર હાસ્ય કલાકારો આવશે જે ખડખડાટ હસાવે પણ આજની તારખ સુધી એક પણ કલાકાર એવો નથી આવ્યો શોમાં જે લોકોને હસાવી શકે.શોની ટીઆરપી ઘટી રહી છે.તેનું પ્રથમ કારણ તેના કહેવાતા હાસ્ય કલાકારો છે,બીજા નંબરે અક્ષય કુમાર અને ત્રીજા નંબરે સામે બેસતા ત્રણ જજ.શોની ટીઆરપી નીચે જતા કાર્યક્રમના નિર્માતાઓએ અક્ષય કુમારને તો કંઇ નથી કહ્યું પણ પેલા ત્રણ જજ મલ્લિકા દુઆ,ઝાકિરખાન અને હુસેન દલાલને ઘર ભેગા કરી દીધા છે.કોઇપણ શોની ટીઆપી તેના કલાકારોને કારણે મળે છે નહીં કે જજના કારણે,અહીં પણ જે લોકો સ્ટેજ પર આવે છે તેઓ હાસ્ય કલાકાર લાગતા જ નથી.

હવે શોની આબરુ અને ટીઆરપી બચાવવા સાજિદખાન અને શ્રેયસ તલપડેને લાવવામાં આવી રહ્યા છે.કારણ એ જ કે,હાસ્ય કલાકારોમાં દમ નહીં હોય તો સાજીદ અને શ્રેયસ લોકોને હસાવશે પણ તે પછી આ શો લાફ્ટર ચેલેન્જ કહેવાશે ખરો ?

 
 

Read Also

 
Related News