India / Politics
કોઇ પણ પતિ તેની પત્નીનો વાલી ન હોય શકે,પત્ની કોઇ મિલકત નથી હોતીઃ સર્વોચ્ચ ન્યાયાલય
01:35 PM on 28th November, 2017

કેરલના કથિત લવ જેહાદના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં ચાલી રહેલી સુનાવણીમાં ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે,કોઇ પણ પતિ તેની પત્નીનો વાલી ન હોય શકે,પત્ની કોઇ મિલકત નથી હોતી.જીવન અને સમાજમાં તેની પોતાની એક ઓળખ હોય છે.હું પણ મારી પત્નીનો વાલી નથી.

 

કેરલના કથિત લવ જેહાદના કેસની હાદિયા જેનું અગાઉનું નામ અખિલા હતું તેનો અભ્યાસ અધુરો રહી ગયો હોય તે તેના માતા-પિતાથી અલગ રહીને હોસ્ટેલમાં રહીને ભણી શકશે તેવો ચુકાદો આપતા ન્યાયાલયે હાદિયાને પૂછ્યું કે,તે જે શહેરની હોસ્ટેલમાં રહીને ભણશે ત્યાં તેનું વાલી કોણ હશે.હાદિયાએ કહ્યું કે,તેનો પતિ તેનો વાલી હશે.આ જવાબ સાંભળી ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે,કોઇ પણ પતિ તેની પત્નીનો વાલી ન હોય શકે,પત્ની કોઇ મિલકત નથી હોતી.જીવન અને સમાજમાં તેની પોતાની એક ઓળખ હોય છે.હું પણ મારી પત્નીનો વાલી નથી.આ લાત હાદિયાને સમજાવો.

હાદિયા સંબંધિત લવ જેહાદનો જે મામલો છે તેની સુનાવણી જાન્યુઆરી મહિનામાં થવાની છે.

 
 

Read Also

 
Related News