India / Business
મેગી નૂડલ્સ ફરી વિવાદમાં,નેસ્લે અને તેના વિતરકોને 62 લાખ રૂપિયાનો દંડ
01:37 PM on 29th November, 2017

2 વર્ષ પહેલાં એટલે કે,2015માં 5 મહિના માટે પ્રતિબંધિત કરાએલી નેસ્લે કંપનીની 2 મિનિટ નૂડલ્સ ફરી માપદંડમાં નિષ્ફળતાના મામલે વિવાદમાં છે.

ઉત્તર પ્રદેશ રાજ્યના શાહજહાંપુરના એડિશનલ જિલ્લા મેજિસ્ટ્રેટે નેસ્લે કંપની અને તેના વિતરકોને 62 લાખ રૂપિયાનો દંડ ફટકારતો આદેશ કર્યો છે.નેસ્લે કંપનીના 2 મિનિટ મેગી નૂડલ્સના નમૂનામાં એશનું પ્રમાણ તેના નિશ્ચિત પ્રમાણથી વધુ જણાતા કોર્ટે દંડનો આદેશ કર્યો છે.

 

ઉલ્લેખનિય છે કે,2015માં મેગી નૂડલ્સના 7 સેમ્પલ લઇ લખનઉ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.2016માં લેબનો રિપોર્ટ આવ્યો હતો અને  કેસ દાખલ કરવામાં આવ્યા હતા.કોર્ટે જે 62 લાખનો દંડ ફડકાર્યો છે તેમાંથી 45 લાખ નેસ્લેએ આપવાના રહેશે અને બાકીની રકમ વિતરકોએ આપવાની રહેશે.

ઉલ્લેખનિય છે કે,વર્ષ 2015માં મેગી 2 મિનિટ નૂડલ્સમાં સીસાની માત્રા વધુ જણાતા વિવાદ થયો હતો અને પુરા દેશમાં 5 મહિના માટે મેગી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

કંપનીને દંડ કરવામાં આવ્યો હોવાના મામલે કંપનીનું કહેવું છે કે,તેને હજુ સુધી કોર્ટના આદેશની નકલ નથી મળી.

 
 

Read Also

 
Related News