India / Politics
90 બેઘર-ગરીબ પરિવારને ઘર આપી,પુત્રીનું ઘર વસાવનાર પિતા...અજય મુનોત
04:34 PM on 14th December, 2016

મહારાષ્ટ્રના ઔરંગાબાદ નજીકના લાસુર ગામે એક સતયુગીઘટના બની છે.એક પિતાએ પુત્રીના લગ્નને અદભૂત રીતે ઉજવ્યા અને દીકરીના લગ્નની ખુશી અનોખી રીતે મનાવી.સરકાર વાતો કરે છે અને દેશનો નાગરિક વાસ્તવિકતા આપે છે.

 

લાસુર ગામના અજય મુનોતે તેમની દીકરી શ્રેયાના લગ્ન નક્કી કરી લીધા હતા પણ લગ્ન કેવી રીતે ઉજવવા તે અંગે પરિવાર વિચાર કરી રહ્યો હતો તે દરમિયાન વિચાર આવ્યો કે,ગામના બેઘર લોકો કે જેમના માથે છત નથી,જેમની પાસે ઘર નથી તેવા લોકોને ઘર બાંધી આપવા અને પછી દીકરીનું ઘર વસાવવું.

અજય મુનોત આર્થિક રીતે સમૃદ્ધ માણસ છે.દીકરીના લગ્ન પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવાને બદલે ગરીબોને ઘર બાંધી આપવા માટે લાખઓ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો.

 

અજય મુનોત કહે છે કે,તેમના લાસુર ગામના અનેક લોકોને તેઓ વર્ષોથી જોતા હતા કે,જેમની પાસે જમીન હતી પણ દીવાલ અને છત બાંધવાના રૂપિયા ન હતા.તેમણે લાસુર અને આસપાસના ગામોના 108 એવા લોકોને પસંદ કર્યા કે,જેમની પાસે ઘર ન હતા.દીકરીના લગ્ન પહેલા અજય મુનોતે 90 ઘર બાંધ્યા. 12X20 ફુટના એક રૂમ અને રસોડાના આ મકાનમાં લાઇટ અને પાણીની પણ વ્યવસ્થા કરી આપી.હજુ બીજા 90 ગરીબ પરિવારોને ઘર બાંધી આપવાના છે.હાલમાં જે 90 ઘર બાંધ્યા તેની પાછળ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

90 ગરીબ પરિવારને ઘર બાંધી આપી પોતાનું ઘર વસાવનાર શ્રેયાનું લગ્નજીવન સુખી,સમૃદ્ધ અને સંતુષ્ટ જ હોવાનું.

 
 

Read Also

 
Related News