India / gujarath
GST અને નોટબંધી એવા બે ધડાકા હતા જેણે લાખો લોકોને ગરીબીના કળણમાં ધકેલી દીધાઃ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કોમળ અને ધીમા અવાજમાં મોદીને પૂછ્યા...કાન ફાડી નાખે તેવા સવાલ !
01:56 PM on 07th November, 2017

પૂર્વ વડાપ્રધાન અને દુનિયાના વર્તમાન મહાન અર્થશાસ્ત્રીઓમાંના એક ડોકટર મનમોહનસિંહ આજે અમદાવાદમાં હતા.અહીં તેમણે કોંગ્રેસ કાર્યલાયમાં સંબોધન કર્યું અને પછી પત્રકારો સાથે પણ વાત કરી અને ખાસ કરીને  નોટબંધી અને GST અંગે મોદી સરકારના નિર્ણયો અને તેના દેશના અર્થતંત્ર પર પડેલી વિપરીત અસરો અંગે વાત કરી.

મનમોહનસિંહે કહ્યું કે,નોટબંધી વિશે સાંભળી મને ઝટકો લાગ્યો હતો.નોટબંધી દેશ પર લાદવામાં આવી.નોટબંધીના પગલાનો વિનાશકારી નીતિ તરીકે ઉલ્લેખ કરી તેમણે કહ્યું કે,8 નવેમ્બરનો દિવસ આપણી અર્થવ્યવસ્થા અને ચોક્કસપણે આપણી લોકશાહી માટે એક કાળો દિવસ છે.

તેમણે કહ્યું કે,દુનિયાના કોઇ દેશે આવો નિર્ણય નથી લીધો જેમાં 86 ટકા ચલણને એક સાથે પરત લઇ લીધું હોય.કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે નોટબંધીનું પગલું ઘણું ખોટું હતું.મેં સંસદમાં જે કહ્યું હતું તે આજે પણ કહીશ કે,નોટંબધીથી લોકોની મુશ્કેલીઓ વધી છે.વેપારીઓ પર નોટબંધી ટેકસ ટેરરિઝમની જેમ લાગુ થઇ છે.

 

તેમણે કહ્યું કે,નોટંબધી અને જીએસટીને કારણે દેશની અર્થવ્યવસ્થાને બેવડો આઘાત લાગ્યો છે.નાના વેપારીઓની કમર તૂટી ગઇ છે.દેશના યુવાનોને નોકરી આપવા ચીનથી સામાન આયાત કરવો પડી રહ્યો છે.2016-17ના પહેલા છ મહિનામાં 1.96 લાખ કરોડની આયાત ચીનથી કરવી પડી હતી જે 2017-18 સુધીમાં 2.14 લાખ કરોડની થઇ ગઇ.તેમણે કહ્યું કે,હું ગર્વથી કહી શકું છું કે,140 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યો.

મનમોહનસિંહે કહ્યું કે,આ દુનિયાએ બે બે ગુજરાતી જોયા છે ગાંધીજીએ કહ્યું હતું કે,તમને જ્યારે તમારા કોઇ નિર્ણય અંગે દ્વિધા હોય ત્યારે સૌથી પહેલા ગરીબનો ચહેરો જુવો અને જાતને પૂછો કે,આ નિર્ણયથી તે ગરીબને ફાયદો થશે ? આ નિર્ણય ભૂખમરાનો અંત લાવશે ?

તેમણે કહ્યું કે,મેં પંજાબમાં ગરીબી જોઇ છે.દેશના વિભાજનનો આઘાત સહન કર્યો છે.નોટબંધી અને જીએસટી એવા બે ધડાકા હતા જેણે લાખો લોકોને ગરીબીના કળણમાં ધકેલી દીધા.તેમણે કહ્યું કે,નોટબંધી અને જીએસટી અંગે સવાલ ઉઠાવનાર દેશદ્રોહી બની જાય છે.સવાલ પૂછનારને ચોર સમજવામાં આવી રહ્યા છે.

 

તેમણે કહ્યું કે,સુરતમાં સ્થિતિ બહુ ખરાબ નથી પણ નોટબંધી અને જીએસટીની અસર બહુ ખરાબ પડી છે.ઉત્પાદન પર અસર પડી છે.વાપી અને રાજકોટમાં અસર પડી છે.આ સ્થિતિનો ફાયદો ચીન લઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે,એક ટેકસ લાવીને ટેકસને સરળ બનાવવાનો અમારો વિચાર હતો પણ જીએસટીમાં એવું કશું નથી.સંસદની અંદર અને અંગત મુલાકાતોમાં જે વાતો થઇ તે વાતો સરકારે ન સાંભળી.નાના વેપારીઓ માટે જીએસટી ખરાબ સપનું સાબિત થયું છે.વારંવાર નિયમો બદલવાથી તકલીફો વધી છે અને તેનાથી ટેક્સ ટેરરિઝમ વધ્યો છે.

મનમોહનસિંહે કહ્યું કે,વૈશ્વિક સ્થિતિ સારી હોવા છતાં ટેક્સ ટેરરિઝમનો ભય વધ્યો છે.મારે દુઃખ સાથે કહેવું પડે છે કે,કેન્દ્ર સરકાર તેની ફરજ નિભાવવામાં અસફળ રહી છે.

 
 

Read Also

 
Related News