India / sports
મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને ભેટમાં મળી BMW કાર
04:00 PM on 01st August, 2017

ભારતની જનતા અને ક્રિકેટ પ્રેમીઓનો પ્રેમ હવે માત્ર પુરૂષ ક્રિકેટર્સ પુરતો મર્યાદીત નથી રહ્યો.આ વખતે આઇસીસી મહિલા વિશ્વ કપ રમી રહેલી ભારતની મહિલા ક્રિકેટ ટીમને પણ લોકોએ એટલી જ પ્રોત્સાહિત કરી જેટલી પુરૂષ ક્રિકેટર્સની ટીમને કરે છે.ભલે ભારતની ટીમ હારી અને વિશ્વકપ ન લાવી પણ બહુ માન-સમ્માન અને લાગણીથી તેમનું સ્વાગત કરાયું.ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને BMW કાર ભેટમાં મળી છે.

 

હૈદરાબાદના બિઝનેસમેન ચામુંડેશ્વર નાથે મિતાલીને આજે BMW 320D કાર ભેટ આપી છે.ઉલ્લેખનિય છે કે,ચામુંડેશ્વર નાથે અગાઉ મિતાલીને 2007માં શેવરોલેટ કાર ભેટ આપી હતી.આ જ ચામુંડેશ્વર નાથે પી વી સંધુ,સાક્ષી મલિક,દીપા કરમાકરને પણ મોંઘી કાર ભેટમાં આપેલી છે.ઉલ્લેખનિય છે કે,બિઝનેસમેન ચામુંડેશ્વરનાથ પોતે એક સમયે રણજી ટીમના કેપ્ટન હતા.

 
 

Read Also

 
Related News