India / Business
આજના સમયનું નવું ' OIL' છે ડેટા,જે આપણે આયાત કરવાની જરૂર નથીઃ મુકેશ અંબાણી
05:14 PM on 27th September, 2017

ભારતમાં સૌપ્રથમ વાર મળી રહેલી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસમાં બોલતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે,ડિજિટલ ઇકોનોમીનો ઓક્સિજન છે ડેટા.આજના સમયનું નવું ઓઇલ છે ડેટા,જે આપણે આયાત કરવાની જરૂર નથી.

દિલ્લીના પ્રગતિ મેદાનમાં આજથી શરૂ થએલી ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસના પ્રથમ દિવસે બોલતાં મુકેશ અંબાણીએ કહ્યું કે,ભારત અગાઉ ત્રણ ઔદ્યોગિક ક્રાંતિથી વંચિત રહ્યું પણ હવે ચોથી ક્રાંતિ શરૂ થઇ ગઇ છે.જે કનેક્ટિવિટી,ડેટા અને AIના માધ્યમથી થઇ રહી છે અને તેમાં ભાગ લેવા ભારત તૈયાર છે.ડેટા એક નવું ઓઇલ છે અને ભારતે તેની આયાત કરવાની જરૂર નથી.આપણી માનવ મૂડી સૌથી મહત્વની છે.

 

તેમણે કહ્યું કે,આપણે એ સિનિશ્ચિત કરવું પડશે કે,દરેક ભારતીયને વ્યાજબી ભાવે સ્માર્ટફોન મળી શકે.યુવાન ભારતીયો પાસે અનેક વિચાર છે આપણે તેમને યોગ્ય સાધન આપીએ તો તેઓ 1 લાખ સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે.મારું માનવું છે કે,આગામી બે વર્ષમાં 2G કરતાં 4G કવરેજ મોટું બની જશે.

ઉલ્લેખનિય છે કે,ભારતમાં પ્રથમવાર મોબાઇલ કોંગ્રેસનું આયોજન થયું છે.જેમાં દેશ અને વિદેશની મોબાઇલ કંપનીઓને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ કોંગ્રેસ ત્રણ દિવસ ચાલશે જેમાં 500થી વધુ મહાનુભવો તેમના વિચાર રજૂ કરશે.

 
 

Read Also

 
Related News