India / Business
મોબાઇલ ફોન નંબરને ઘરે બેઠા આધારકાર્ડ સાથે લિંક કરવાના ત્રણ ઉપાય,ફેબ્રુઆરી-2018 પહેલાં કરી લેવા ફરજિયાત
03:40 PM on 26th October, 2017

આમ તો હજુ સમય છે અને એટલે જ ફેબ્રુઆરી 2018 પહેલાં કરી લેવા જેવું કામ છે તમારા મોબાઇલ નંબરને તમારા આધારકાર્ડ નંબર સાઝે જોડવાનું-લિંક કરવાનું.તમે ઘરે બેઠા આ કામ કરી શકો તે માટે સરકારે ત્રણ વિકલ્પ આપ્યા છે.જો ફેબ્રુઆરી,2018 સુધીમાં આ કામ નહીં કરી લો તો તમારો મોબાઇલ નંબર બંધ થઇ જશે.મોબાઇલ ફોન નંબરને ઘરે બેઠા આધારકાર્ડ સાથે લિંક કરવાના ત્રમ વિકલ્પની માહિતી કેન્દ્રના ટેલિકોમ મંત્રી મનોજ સિંહાએ આપી છે.

 

 

તમારા મોબાઇલ ફોન નંબરને તમારા આધારકાર્ડ સાથે લિંક કરવાનો 

પહેલો વિકલ્પ- વન ટાઇમ પાસવર્ડ - જો તમારો એક મોબાઇલ નંબર અગાઉથી જ આધારકાર્ડ સાથે લિંક છે અને તમે બીજો ફોન નંબર લિંક કરવા ઇચ્છો છો તો તે વન ટાઇમ પાસવર્ડ દ્વારા કરી શકશો.મોબાઇલ કંપનીઓ તેમની વેબસાઇટ પર એક વિશેષ એપ દ્વારા આ સુવિધા આપશે.ત્યાં નોંદણી કરાવ્યા પછી વન ટાઇમ પાસવર્ડ આવશે તેને એન્ટર કર્યા પછી તમારો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થઇ જશે.

બીજો વિકલ્પઃ IVRS વેરિફિકેશન - ઇન્ટરએક્ટિવ વોયસ રિસ્પોન્સ સિસ્ટમ દ્વારા પણસિમ રજિસ્ટર કરાવી શકાશે.આ માટે પણ ટેલિકોમ કંપનીની વેબસાઇટ અથવા વિશેશ એપ પર નોંધણી કરાવવી પડશે.ત્યારપછી IVRS કોલ આવશે અને બધી જાણકારીની ખરાઇ કરવામાં આવશે અને પછી મોબાઇલ નંબરને આધારકાર્ડ સાથે લિંક કરી દેવાશે.

ત્રીજજો વિકલ્પઃ એજન્ટ ઘરે આવશે- ટેલિકોમ કંપનીની વેબસાઇટ અથવા એપ પર તમારે અરજી કરવાની રહેશે અને એજન્ટ તમારે ઘરે આવી આધારકાર્ડને મોબાઇલ નંબર સાથે જોડવાનું કામ કરી આપશે.

 
 

Read Also

 
Related News