World / Politics
ભારત અને ચીનની પરિપક્વ રાજકીય સમજ...હવે પછી ડોકલામ નહીં બને તે માટે બન્ને નેતા સહમત !
12:45 PM on 05th September, 2017

'બ્રિક્સ' સંમેલનમાં ભાગ લેવા ચીન ગએલા વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે આજે 1 કલાક વાતચીત થઇ અને હવે પછી ડોકલામ જેવી સ્થિતિ ઉભી ન થાય તે માટે બન્ને નેતા સહમત થયા.બન્ને નેતા વચ્ચે અન્ય મુદ્દાઓ પર પણ વાત થઇ જેમાં મતભેદોને વિવાદ ન બનાવવા,સીમા પર શાંતિ જાળવવા અને રક્ષા-સુરક્ષા મુદ્દે પરસ્પર સહયોગ માટે પણ સહમતિ બની.

 

'બ્રિક્સ' સંમેલનના ત્રીજા અને અંતિમ દિવસે મોદી અને જિનપિંગ વચ્ચે 1 કલાક લાંબી મુલાકાત થઇ.આ મુલાકાત અંગે ભારતના વિદેશ મંત્રાલયે જાણકારી આપી.વિદેશ સચિવ એસ. જયશંકરે કહ્યું કે,અમારી પાસે પ્રગતિશીલ દ્રષ્ટિકોણ છે.બન્ને દેશ જાણે છે કે,ભૂતકાળમાં શું થયું હતું તેથી આ બેઠક ભૂતકાળની વાતો કરવા માટેની ન હતી.

તેમણે કહ્યું કે,બન્ને નેતાઓ વચ્ચેની વાતમાં ચીને વડાપ્રધાન મોદીના પ્રગિશીલ દ્રષ્ટિકોણનું સ્વાગત કર્યું.જિનપિંગે કહ્યું કે,બન્ને દેશના લોકો માટે ભારત અને ચીન વચ્ચે સ્વસ્થ,સ્થિર સંબંધો જરૂરી છે.ભારત સાથે મળી ચીન પંચશીલ સિદ્ધાંતો હેઠળ કામ કરવા તૈયાર છે.આપણે વિશ્વના સૌથી મોટા વિકાસશીલ દેશ છીએ.

ઉલ્લેખનિય છે કે,'બ્રિક્સ' સંમેલનમાં આતંકવાદ મામલે વાત થઇ પણ મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠકમાં આતંકવાદ વિશે કોઇ વાત થઇ ન હતી.


 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News