India / gujarath
જેમને સામેથી ઢગલે ઢગલા મત મળતા હતા તે મોદી (!) મત માગી રહ્યા છે ? વડાપ્રધાન મોદીએ ગુજરાતના મતદારોને પત્ર લખી ભાજપની જીત માગી !
06:31 PM on 07th November, 2017

ભાજપ માટે સારી સ્થિતિ તો નથી જ. એક સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી એક જ સભા ભરી ચૂંટણીના પરિણામો ભાજપના પક્ષમાં કરી લેતા હતા.તેમને પડકારનાર કોઇ ન હતું.એક આજનો સમય છે કે,મોદી જેવા મોદીએ,આ દેશના વડાપ્રધાને એક રાજ્ય જીતવા મતદારોને પત્ર લખી મતની માગણી કરવી પડે છે.કોંગ્રેસે મોદી અને અમિત શાહને પરસેવો પડાવી દીધો છે તે તો પાકું,પરિણામ ગમે તે આવે.

વડાપ્રધાન મોદીએ ગુજરાતના નાગરિકો-મતદારોને સંબોધીને એક પત્ર લખ્યો છે.આ પત્રમાં તેમણે કહ્યું છે કે,મતદારો જાતિવાદને નહીં વિકાસને મત આપે.પત્ર ગુજરાતીમાં ટાઇપ થએલો છે,નીચે મોદીની સહી છે.સંબોધન છે...ગુજરાતના મારા વ્હાલા ભાઇઓ અને બહેનો.

 

 

નવા વર્ષની શુભેચ્છા આપી છે પહેલા અને પછી લાંબો પત્ર લખ્યો છે જેમાં પૂછ્યું છે કે,22 વર્ષ પહેલાં ગુજરાત કેવું હતું તે યાદ કરો.આજે વિકાસનો પર્યાય છે ગુજરાત.જાતિવાદ,કોમવાદને બદલે વિકાસવાદને મત આપજો.સેવા કરવાનો ફરી એકવાર મોકો આપો.મારા માટેગુજરાત આત્મા છે અને ભારત પરમાત્મા છે.

ભાજપ ખરેખર ભયભીત છે.મોદી અને શાહને ગુજરાતની સત્તા જોખમમાં લાગી રહી છે.જે રીતે મોદીએ ગુજરાતના ચક્કર માર્યા,અમીત શાહે ગુજરાતમાં ધામા નાખવા પડ્યા.કેન્દ્ર સરકારના મંત્રીઓને બોલાવવા પડયા.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યાનાથને બોલાવવા પડયા.રાજ્ય સરકારે રાતોરાત અનેક જાહેરાતો કરવી પડી.આજથી ઘરે ઘરે જઇને પ્રચાર શરૂ કર્યો.જે અમિત શાહ સરકારના મંત્રીઓને પણ ન મળે તે અમિત શાહ લોકોને ઘરે ઘરે મળવા ગયા.મોદીએ આ પત્ર લખવો પડ્યો અને મતની માગણી કરવી પડી.

કોંગ્રેસ ઇચ્છે તો ભાજપના આ ભયને વિજય પહેલાના વિજય તરીકે ઉજવી શકે.ટક્કર જોરદાર છે,મતદાર મનમાં શું નક્કી કરીને બેઠો હતો તે તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે.

 
 

Read Also

 
Related News