India / sports
ભારતની ભૂમિ પર શ્રીલંકાનો 11મો પરાજય, નાગપુર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો ઇનિંગ અને 239 રનથી ભવ્યાતિભવ્ય વિજય
02:04 PM on 27th November, 2017

ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા આવેલી પ્રવાસી શ્રીલંકાની ટીમ નાગપુરની બીજી ટેસ્ટ અત્યંત ખરાબ રીતે હારી છે...એક ઇનિંગ અને 239 રનથી. ભારતની ધરતી પર શ્રીલંકાની ટીમનો આ 11મો પરાજ્ય છે અને ભારતે 9મી વાર શ્રીલંકાને એક ઇનિંગથી પરાજય આપ્યો છે.ઉલ્લેખનિય છે કે,શ્રીલંકાની ટીમે પહેલી ઇનિંગમાં 205 અને બીજી ઇનિંગમાં 166 રન બનાવ્યા હતા.ભારતે પહેલી ઇનિંગમાં 6 વિકેટે 610 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

 

ઉલ્લેખનિય છે કે,શ્રીલંકાની ટીમ ભારતમાં 19 ટેસ્ટ રમી છે પણ એક પણ ટેસ્ટ જીતી નથી.1982માં પહેલીવાર શ્રીલંકાએ ભારતમાં ટેસ્ટ મેચ રમી હતી.ભારતીય ટીમે શ્રીલંકાની ટીમને 11 વાર એક ઇનિંગથી પરાજીત કરી છે.

 
 

Read Also

 
Related News