India / Business
બને કે...ઓગસ્ટના પગારમાં તમને 200-200ની નોટ પણ જોવા મળે...!
01:52 PM on 23rd August, 2017

મીડિયા અહેવાલ કહે છે કે,ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરના પ્રારંભે રિઝર્વ બેંક રૂપિયા 200ના મૂલ્યની નોટ ચલણમાં મૂકશે.જો આવું બનશે તો ઓગસ્ટ મહિનાના પગારમાં બેંક કે,એટીએમમાંથી તમને રૂપિયા 200ની નોટ મળી શકે.સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં રૂપિયા 200ના મૂલ્યની નોટ પહેલીવાર ચલણમાં આવશે.રિઝર્વ બેંક રૂપિયા 50ના મૂલ્યની નવી નોટ પણ ચલણમાં મૂકવાની છે.

 

અંગ્રેજી સમાચાર પત્ર 'ઇકોનોમિક ટાઇમ્સ'નો અહેવાલ કહે છે કે,બહુ ટુંક સમયમાં દેશની બેંકો અને એટીએમમાં રૂપિયાની 200ની નવી નોટો ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ નવી નોટોના કાળાબજાર ન થાય તે માટે પણ રિઝર્વ બેંકે તૈયારી કરી છે.રૂપિયા 200ની 50 કરોડ નોટ છાપવામાં આવી હોવાનું અહેવાલ કહે છે.

ગત 8 નવેમ્બર,2016ના દિવસે 500 અને 1000ના મૂલ્યની જુની ચલણી નોટો રદ્દ કરાયા પછી રિઝર્વ બેંકે 500 અને 2000ની નવી નોટો ચવલણમાં મૂકી હતી અને હવે રૂપિયા 200ની નવી નોટ આવી રહી છે.મોદી સરકારના શાસનમાં ભારતે 2000 રૂપિયાની નોટ પહેલીવાર જોઇ અને હવે રૂપિયા 200ની નોટ પણ જોશે.

 
 

Read Also

 
Related News