India / Business
રૂપિયા 500ના મૂલ્યની નવી શ્રેણીની નોટો રિઝર્વ બેંક ચલણમાં મૂકશે
02:42 PM on 13th June, 2017

રૂપિયા 500ના મૂલ્યની નવી શ્રેણીની નોટો ચલણમાં મૂકવાની રિઝર્વ બેંક તૈયારી કરી રહી છે.નોટરદ્દીકરણ પછી 500 રૂપિયાની જે નવી નોટો ચલણમાં મૂકવામાં આવી છે તેના કરતાં નવી આવનારી નોટો ઇનસેટ લેટરમાં અલગ છે.

 

ઉલ્લેખનિય છે કે,નોટ રદ્દીકરણ પછી રિઝર્વ બેંકે 500 અને 2000ની નવી નોટો ચલણમાં મૂકી છે.જેમાં ચલણી નોટની પેનલ નંબરમાં અંગ્રેજીનો 'E' અક્ષર છાપવામાં આવ્યો છે.હવે 500ની જે નવી નોટો આવશે તેમાં અંગ્રેજી અક્ષર  'A' છાપવામાં આવશે.

500 રૂપિયાની નવી નોટમાં રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હશે અને નોટ છાપવાનું વર્ષ 2017 લખેલું હશે.નોટની પાછળની બાજુએ સ્વચ્છ ભારતનો લોગો હશે.

 
 

Read Also

 
Related News