India / Business
ભારત માટે બેકારી બહુ મહત્વની સમસ્યા નથી...મોટી સમસ્યા છે અર્ધ બેરોજગારીઃ નીતિ આયોગનું આકલન
12:51 PM on 28th August, 2017

આયોજન પંચનું વિસર્જન કીર મોદી સરકારે રચેલા નીતિ આયોગે તેના વર્ષ 2017-18 થી 2019-20 સુધીની કાર્ય સૂચિમાં કહ્યું છે કે

બેકારી ભારતની ઓછી મહત્વની સમસ્યા છે.વધુ ગંભીર સમસ્યા અર્ધ બેકારી છે.નીતિ આયોગે વધુ સારા પગાર અને ઉચ્ચ ઉત્પાદક રોજગારી પર ભાર મૂક્યો છે.ઉલ્લેખનિય છે કે,જો કોઇ વ્યક્તિ આખું અઠવાડિયું કામ ન કરે અને એક ચોક્કસ નક્કી કરેલી રકમ કરતાં ઓછી કમાણી કરે તો તેને અર્ધ બેકારી કહેવામાં આવે છે.

 

નીતિ આયોગના અહેવાલમાં કહેવાયું છે કે,હાલમાં જરૂર છે ઉચ્ચ ઉત્પાદકતા અને વધુ સારા પગાર આપતા રોજગારનું સર્જન કરવાની.નીતિ આયોગે તેની આગામી ત્રણ વર્ષની કાર્ય સૂચિમાં કહ્યું છે કે,આયાતની ફેરબદલીની વ્યૂહરચનાના માધ્યમથી ઘર આંગણાના બજાર પર ધ્યાન આપવાથી  નાની કંપનીઓને સાપેક્ષપણે આગળ વધવામાં મદદ મળશે.

ઉલ્લેખનિય છે કે,દેશમાં વિકાસ તો થાય છે પણ રોજગાર વિનાનો એવો દાવો કરવામાં આવે છે પરંતુ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે કરેલા બેકારી અને રોજગાર અંગેના સર્વેક્ષણમાં વારંવાર કહેવામાં આવે છે કે,30થી વધુ વર્ષ થયા દેશમાં બેકારીનો દર ઓછો છે અને સ્થિર છે પણ ભારતના બજારમાં ઉંચા પગારની નોકરીઓ ઉભી કરવા જરૂરી છે દેશની અર્થવ્યવસ્થાને આયાત સબ્સિટયુટના માધ્યમથી ઉત્પાદન પર ભાર આપવામાં આવે.ઉત્પાદનના માધ્યમથી મેક ઇન ઇન્ડિયાને સફળ બનાવવાની જરૂર છે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News