India / gujarath
ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં NOTA વિરૂદ્ધ કોંગ્રેસની અરજી ચલાવવા યોગ્ય છે જ નહીં, ફેંકી દોઃચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટને જવાબ
12:41 PM on 13th September, 2017

ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં NOTAનો ઉપયોગ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે હોવાનું અને પ્રત્યક્ષ તથા પરોક્ષ બન્ને ચૂંટણીમાં NOTA  લાગુ હોવાનું ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું છે. ગુજરાત રાજ્યસભા ચૂંટણીમાં NOTAના ઉપયોગ મામલે કોંગ્રેસે કોર્ટમાં કરેલી અરજી સંદર્ભે ચૂંટણી પંચે દાખલ કરેલા જવાબમાં આ વાત કહેવામાં આવી છે.

ચૂંટણી પંચે કોર્ટમાં દાખલ કરેલા જવાબ-સોગંદનામામાં કહ્યું છે કે,NOTA વિરૂદ્ધ ગુજરાત કોંગ્રેસની અરજી કોર્ટ કાર્યવાહીનો દુરૂપયોગ છે.રાજ્યસભા ચૂંટણીમાં NOTA વર્ષ 2014થી અમલી છે પણ કોંગ્રેસે તેને પડકાર્યો 2017માં જ્યારે કે,2014થી ગુજરાત સહિત 25 રાજ્યોમાં થએલી રાજ્યસભાની ચૂંટણીમાં NOTAનો ઉપયોગ કરાયો છે.

 

ચૂંટણી પંચે તેના સોગંદનામામાં એ પણ કહ્યું છે કે,મતપત્રકમાં NOTAની જોગવાઇ અંગે 2014માં જ બધા રાજકીય પક્ષોને જાણ કરી દેવામાં આવી હતી.આનાથી કોઇના મૌલિક અધિકારનું હનન થતું નથી કારણ કે,ચૂંટણી લડવી તે બંધારણીય અધિકાર છે,મૌલિક અધિકાર નથી.તેથી  કોંગ્રેસે કરેલી  જાહેરજનહિતની અરજી સુનાવણી યોગ્ય છે જ નહીં તેથી તેને રદ્દ કરી દેવી જોઇએ.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News