India / gujarath
સુરત તરફ ધસી રહેલું 'ઓખી', આજની રાતથી 6 ડિસેમ્બરની સવાર સુધી ભારે પવન અને વરસાદની શકયતાઃદરિયા કિનારાના ગામોને સતર્ક કરાયા
04:46 PM on 04th December, 2017

તમિલનાડુ અને કેરલમાં કેર વર્તાવી 'ઓખી' વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે.ગુજરાતમાં વાતાવરણમાં આજે પરિવર્તન આવ્યું છે અને ચોમાસા જેવું વાદળિયુ વાતાવરણ સર્જાયુ છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે,6 ડિસેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદ થઇ શકે છે.ગુજરાત તરફ ફંટાએલા 'ઓખી' વાવાઝોડાને કારણે હવાની ગતિ વધીને 110થી120 કિલોમીટર પ્રતિ કલાક થઇ છે.'ઓખી'ને અતિ ભીષણ સમુદ્રી ચક્રવાતની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

 

 

સમુદ્રી વાવાઝોડું ઓખી ભયંકર બની રહ્યું છે.વાવઝોડાએ દિશા બદલી છે અને સુરત તરફ આવી રહ્યું છે.અનુમાન છે કે,આવતીકાલે 5 ડિસેમ્બરની મધરાતે 'ઓખી' સુરત નજીક સમુદ્રી કિનારાને ડીપ ડિપ્રેશન રૂપે પાર કરશે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સમુદ્રી કિનારાને સતર્ક કર્યા છે.સાઇકલોમ સેન્ટરે કહ્યા મુજબ દક્ષિણ ગુજરાતના કિનારાના વિસ્તારોમાં 4 ડિસેમ્બરની રાતથી 6 ડિસેમ્બરની સવાર સુધી પ્રતિ કલાક 50થીલઇ 70 કિલોમીટરની ગતિથી પવન ફુંકાશે.વાવાઝોડાની અંદર હાલમાં 135થી150 કિલોમીટરની ગતિએ પવન ફુંકાય રહ્યો છે.

'ઓખી'ના આગામનના અણસાર શરૂ થઇ ગયા છે. દીવાન દરિયા કાંઠે બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના વાતાવરણમાં પલટો. આવ્યો છે અને  કુતિયાણાના ચોંટા નજીક વરસાદી ઝાપટા શરૂ થયા છે.માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઇ છે.સૂચનાના પગલે દીવના દરિયાકાંઠે મહારાષ્ટ્રની માછીમાર બોટનો ખડકલો થયો છે.

સુરતમાં વાતાવરણમાં પલટો થયો છે વાદળ છાયું વાતાવરણ અને કેટલાક વિસ્તારોમાં તો છાંટા પડ્યા હતા.સુરતમાં ઓખી વાવાઝોડાની આગાહીને લઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.NDRFની 4 ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

 

નવસારીના દરિયાકિનારે આવેલા નવ ગામોમાં અલર્ટ જાહેર કરી દેવાયું છે.દરિયાકિનારાના વિસ્તારોમાં વધુ અસર થવાની શક્યતાને પગલે ગ્રામજનોને પહેલેથી જ સાવચેત કરી દેવાયા છે.નવસારીના ગામોમાં NDRFની બે ટીમોને પણ તૈનાત કરી દેવાઇ છે.

અમરેલીના દરિયાઈ વિસ્તારમાં ઓખીની અસર જોવા મળી.દરિયાઈ પવન ફૂંકાતા પીપાવાવ પોર્ટ પર લાંગરેલા જહાજની લોખંડી સાંકળો તુટી ગઈ હતી.પીપાવાવ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. અમરેલી જિલ્લામાં ઓખી વાવાઝોડું ત્રાટકવાની આશંકાએ રાજુલા, જાફરાબાદ પંથકમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.જાફરાબાદની મોટા ભાગની બોટ દરિયાકાંઠે લાવી દેવામાં આવી હતી.

 
 

Read Also

 
Related News