India / Business
500 અને 1000ની જુની ચલણી નોટો બદલવા લોકોને બીજી તક કેમ નહીં ? કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો ઉગ્ર સવાલ
12:48 PM on 04th July, 2017

500 અને 1000ની ચલણી નોટો રદ્દ કરાયા પછી,કોઇ ચોકક્સ અને યોગ્ય કારણે આ નોટો નિશ્ચિત સમય મર્યાદામાં ન બદલી શકેલા લોકોને સરકાર નોટો બદલવા બીજી તક કેમ નથી આપતી ? સુપ્રીમ કોર્ટે કડકાઇપૂર્વક આ વાત કેન્દ્ર સરકારને પુછી છે અને આ મામલે બે સપ્તાહમાં જવાબ આપવા તાકીદ કરી છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે,જેમની પાસે વ્યાજબી કારણ હતું,તેવા લોકોનું શું થયું ?

ઉલ્લેખનિય છે કે,જુની નોટો બદલવા સરકારે 30 ડિસેમ્બર,2016 સુધીની મુદ્દત આપી હતી.વિદેશમાં રહેતા ભારતીયો માટે આ મુદ્દત 30 જુલાઇ 2017 સુધીની રાખવામાં આવી છે.બેંકો તેમની પાસે આવેલી જુની નોટો 20 જુલાઇ સુધી રિઝર્વ બેંકમાં જમા કરાવી શકે છે.

 

 

કેન્દ્ર સરકારે કહ્યું હતું કે,30 ડિસેમ્બર સુધી જુની નોટો રિઝર્વબેંકમાં જમા કરાવી શકાશે પણ કારમ આપવું પડશે કે,30 ડિસેમ્બર પહેલાં નોટો જમા કેમ ન કરાવી.

જે લોકો પાસે યોગ્ય કારણ હતા અને છતાં તેમની પાસેની જુની નોટો જમા ન કરાવી શક્યા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરી છે.

એક અરજીકર્તાએ કહ્યું છે કે,તેની પાસેની 66.80 લાખની જુની નોટો એટલા માટે તે જમા ન કરાવી શક્યા કારણ કે,તેમનું કેવાયસી ન હતું.

સુપ્રીમ કોર્ટે સરકાર પાસે બે સપ્તાહમાં જવાબ માગ્યો છે.લાગે છે કે,કોર્ટે લોકોના હિતમાં ચુકાદો આપશે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News