'પદ્માવતી'ને એક પણ CUT વિના બ્રિટીશ સેન્સર બોર્ડની મંજૂરી પણ ફિલ્મ રજૂ નહીં થાય
ભારતમાં ભલે ઉગ્ર વિરોધ થઇ રહ્યો હોય,બ્રિટનના સેન્સર બોર્ડે સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવતી'ને યુકેમાં રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે.1 ડિસેમ્બરે 'પદ્માવતી' બ્રિટનના સિનેમાગૃહોમાં રજૂ થશે.

બ્રિટનના સેન્સર બોર્ડે એક પણ કટ આપ્યા વિના આખી ફિલ્મને જેમની તેમ મંજૂર કરી દીધી છે અને 1 ડિસેમ્બરે પુરા યુનાઇટેડ કિંગ્ડમમાં રજૂ કરવાની મંજૂરી આપી છે.યુકેમાં 'પદ્માવતી'ને 12A પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. મતલબ કે,12 વર્ષની અને તેનાથી વધુ ઉંમરના લોકો ફિલ્મ જોઇ શકશે.બ્રિટીશ સેન્સર બોર્ડે 'પદ્માવતી'ને પ્રમાણપત્ર આપતા લખ્યું કે,હિંદી બાષાની આ એપિક ડ્રામા ફિલ્મ છે.જેમાં એક સુલતાન રાજપૂત રાણીને પકડવા માટે આક્રમણ કરે છે.
બ્રિટનના સેન્સર બોર્ડે 'પદ્માવતી'ને એક પણ CUT વિના પાસ કરી દીધી છતાં ફિલ્મના નિર્માતાઓ ફિલ્મ રજૂ કરવા તૈયાર નથી.તેમનું કહેવું છે કે,ફિલ્મને પહેલાં ભારતમાં રજૂ કરવામાં આવશે અને પછી વિદેશમાં.ફિલ્મના નિર્માતાઓનું માનવું છે કે,જો બ્રિટનમાં ફિલ્મને પહેલાં રજૂ કરી દેવામાં આવે તો પાઇરસીનો ભય છે.