India / Entertainment
સંજય લીલા ભણસાળી ફરી તકલીફમાં 'પદ્માવતી'નો વિરોધ,પોસ્ટર સળગાવાયા
03:56 PM on 23rd September, 2017

હિંદી ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાળી તેમની મહત્વકાંક્ષી ફિલ્મ 'પદ્માવતી' પુરી કરવામાં જ છે અને ફરી ફિલ્મનો વિરોધ શરૂ થયો છે.રાજસ્થાનની રાજપૂત કરણી સેના જેણે અગાઉ વિરોધ કરેલો તેણે જ ફરી વિરોધ શરૂ કર્યો છે.

ફિલ્મ 'પદ્માવતી'ના પોસ્ટર રજૂ કરાયા તેને સળગાવી રાજપૂત કરણી સેનાએ વિરોધ શરૂ કર્યો છે.કરણી સેનાએ ધમકી આપી છે અને કહ્યું છે કે,જ્યાં સુધી રાજપૂત સમાજ ફિલ્મ જોઇ ન લે,ત્યાં સુધી રજૂ નહીં થવા દે.

 

 

Aajtak.inમાં પ્રકાશિત સમાચારમાં કહેવાયું છે કે,કરણી સેનાના જિલ્લાધ્યક્ષ નારાયણસિંહે કહ્યું કે,શૂટિંગ સમયે જ્યારે વિવાદ શરૂ થયો હતો ત્યારે નિર્માતાઓએ આશ્વાસન આપ્યું હતું કે,ફિલ્મ રજૂ કરતાં પહેલાં રાજપૂત સમાજને બતાવવામાં આવશે.જો આવું નહીં કરવામાં આવે તો દેશભરમાં રાજપૂત સમાજ સાથે જોડાએલા સંગઠનો ફિલ્મને રજૂ નહીં થવા દે.

 
 

Read Also

 
Related News