India / Entertainment
વિદેશમાં 'પદ્માવતી'ની રજૂઆત પર પ્રતિબંધની ના કહી સુપ્રીમે મુખ્યમંત્રીઓ અને અન્ય લોકોનો ઉધડો લીધો
01:18 PM on 28th November, 2017

સંજય લીલા ભણસાળીની ફિલ્મ 'પદ્માવતી'ની વિદેશમાં રજૂઆત પર પ્રતિબંધ મૂકવાની સર્વોચ્ચ ન્યાયલયે સ્પષ્ટ ના કહી છે. ફિલ્મ જોયા વિના નિવેદનો કરતા મુખ્યમંત્રીઓ અને અન્ય લોકોની પણ સર્વોચ્ચ ન્યાયાલયે ટીકા કરી અને કહ્યું કે,સાર્વજનિક કાર્યાલયોમાં બેઠેલા લોકોએ આ પ્રકારના મુદ્દાઓ પર ટિપ્પણીઓ ન કરવી જોઇએ.

 

 

સર્વોચ્ચ ન્યાયાલયે પૂછ્યું કે, જવાબદાર પદ પર બેઠેલા લોકો ફિલ્મ જોયા વિના જ નિવેદનો કેમ કરી રહ્યા છે ? જવાબદાર પદો પર બેઠેલા અને સાર્વજનિક કાર્યાલયોમાં બેઠેલા લોકો ફિલ્મ મામલે નિવેદનો બંધ કરે કારણ કે,આ નિવેદનો સેન્સર બોર્ડના મનમાં પક્ષપાત ઉભો કરશે.કોઇ જો આવું કરે છે તો તે કાનૂનના રાજ્યના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરશે.લોકોએ આ વાત યાદ રાખવી જોઇએ કે,આપણે કાનૂનના રાજ્ય હેઠળ શાસિત છીએ.મામલો જ્યારે સેન્સર બોર્ડ પર પાસે પડતર હોય ત્યારે જવાબદાર લોકોએ કોઇ ટિપ્પણી ન કરવી જોઇએ.કારણ કે,સેન્સર બોર્ડ કાનૂન હેઠળ કામ કરે છે અને તેને કોઇ એ ન બતાવી શકે કે,તેણે કણ રીતે કામ કરવું.અમને આશા છે કે,સંબંધિત બધા લોકો કાનૂનનું પાલન કરશે.

ઉલ્લેખનિય છે કે,આ પહેલાં અરજી કરીને ભારતમાં  'પદ્માવતી'ની રજૂઆત રોકવા માગણી કરવામાં આવી હતી તેના પર પણ વિચાર કરવાની સર્વોચ્ચ ન્યાયાલયે ના કહી દીધી હતી.

 
 

Read Also

 
Related News