India / sports
ક્રિકેટ ખેલાડીઓ અબજોમાં આળોટે છેઃ પેરા એથ્લિટ નેત્રહીન કંચનમાલા પાંડેએ બર્લિનમાં ભારતને રજત ચંદ્રક અપાવ્યો અને ભારત સરકારે તેને શબ્દસઃ ભીખ મંગાવડાવી !
03:47 PM on 12th July, 2017

હદ છે...શરમ છે...! ભારત સરકારના રમત ગમત મંત્રાલયને ઢાંકણીમાં પાણી લઇ ડૂબી મરવું જોઇએ.દેશને ગૌરવ અપાવવા,પદક અપાવવા વિદેશમાં રમવા ગએલી ખેલાડીએ દેશને રજત ચંદ્રક અપાવ્યો અને ભારત સરકારે તેમની પાસે ભીખ મંગાવડાવી !

વાત છે જર્મનીના બર્લિનમાં આયોજીત વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત સરકારે મોકલેલી નેત્રહીન કંચનમાલા પાંડેની.વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા ભારત સરકારના રમત મંત્રાલયે નેત્રહીન કંચનમાલા પાંડેને બર્લિન મોકલી હતી.કંચનમાલા એસ-11 શ્રેણીની સ્વિમર છે અને તે ફ્રી સ્ટાઇલ,બેક સ્ટ્રોક,બ્રેસ્ટ સ્ટ્રોક..સ્વિમિંગના બધા પ્રકારે તરી શકે છે.વર્લ્ડ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ સેમિફાઇનલમાં આ વર્ષે ક્વાલિફોઇ કરનારી તે એકલી છે.તેણે આ ચેમ્પિયનશીપમાં ભારતને રજત પદક પણ અપાવ્યો અને ફાઇનલ માટે કવોલિફાઇ પણ થઇ.

 

પણ દુઃખની વાત એ છે કે,સાવ અજાણ્યા દેશ અને શહેરમાં એક નેત્રહીન યુવતીને ભારત સરકારનું રમત મંત્રાલય નાણા ન પહોંચાડી શક્યુ અને કંચનમાલાએ ભીખ માગવી પડી.

ભારતના પ્રસિદ્ધ શૂટર અભિનવ બિંદ્રાએ આ ઘટનાની નિંદા કરી છે અને વડાપ્રધાન મોદી તથા રમત મંત્રી વિજય ગોયલને આ બાબતે દરમિયાનગીરી કરવા કહ્યું છે.

 
 

Read Also

 
Related News