India / gujarath
સાચું કોણ,ખોટું કોણ...નક્કી કોણ કરે ? પાટણના 4 તાલુકાના અસરગ્રસ્તોને સરકારી સહાય મળી કે નથી મળી ? લોકો કહે છે સરકારી સહાય નથી મળી,તંત્ર કહે છે સહાય આપી દીધી !
01:26 PM on 12th August, 2017

ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદને કારણે પૂરનો ભોગ બનેલા...જેમના ઘર,સામાન,પશુ તણાયા,તૂટ્યા,ગુમાવ્યા તેવા પૂર અસરગ્રસ્તોને રાજ્ય અને કેન્દ્ર સરકારે આર્થિક સહાયની ઘોષણા કરી.પાટણ જિલ્લાના ચાર તાલુકાના ગામોના પૂર અસરગ્રસ્ત ગામોના લોકો કહે છે કે,તેમને સરકારી સહાય નથી મળી...કોઇ કહે છે અધુરી સહાય મળી...કોઇ કહે સહાય ચુકવવામાં ભ્રષ્ટાચાર થયો.સ્થાનિક તંત્ર કહે છે કે,સહાય ચુકવી દીધી છે.

 

સ્વતંત્ર ભારતના શાસન અને પ્રશાસનનો લોકોનો અનુભવ કહે છે કે,ભૂકંપ,દુષ્કાળ અને પૂર જેવી કુદરતી વિપત્તિ ઓ સરકાર અને સરકારી તંત્ર બન્ને માટે આર્થિક રીતે સમૃદ્ધ અને સુખી થવાની,તિજોરીઓ ભરવાની તકો હોય છે અને આ તકોનો સરકારના મંત્રીઓ,સત્તાધારી પક્ષના નેતાઓ,પદાધિકારીઓ,વરિષ્ઠ કાર્યકરો અને સરકારી તંત્રના સચિવથી લઇ સ્થાનિક સ્તરના કલાર્ક અને તલાટીઓ ભરપૂર ફાયદો લેતા હોય છે.ભૂકંપો સરકારના મંત્રીઓ અને સરકારી સાહેબોના બંગલા બાંધી આપે છે.દુષ્કાળ તેમના જીવનમાં લીલા લહેર લાવી દે છે અને પૂર તેમના પરિવારોને પૈસે-ટકે તારી દે છે.પાટણના પૂરગ્રસ્ત ચાર તાલુકાઓ માટે જાહેર થએલી સરકારી આર્થિક સહાયમાં પણ આવું જ બન્યું હશે ?

 

પાટણ જિલ્લાનું સરકારી તંત્ર કહે છે કે,પૂર અસરગ્રસ્ત ગામોનો સર્વે થઇ ગયો,નુકસાનના આંકડા મેળવી લેવાયા અને અસરગ્રસ્તોને સહાય આપી પણ દીધી છે.અસરગ્રસ્તો કહે છે કે,તેમને સહાય નથી મળી અને સરકારી કચેરીઓના ધક્કા ખાઇ રહ્યા છે.

લોકો કહે છે કે, અસરગ્રસ્તો માટેના કરોડો રૂપિયા સરકારી બાબુઓની તિજોરીઓમાં બંધ થઇ ગયા...જો આ આક્ષેપ સાચો પણ હોય તો પણ શું મોદી કે શું રૂપાણી કે શું અસરગ્રસ્તો...કોણ શું કરી શકે...?

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News