India / Business
નોકરી બદલશો તો પી એફ ખાતું પણ આપોઆપ બદલશે...આવતા મહિનાથી
04:20 PM on 11th August, 2017

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન કર્મચારીઓને વધુને વધુ ઉપયોગી બનવા અને કર્મચારીઓની સમસ્યા ઓછી કરવા પ્રયાસ કરી રહ્યું છે.આ કોશિશોમાં નવી કોશિશ છે નોકરી બદલતા કર્મચારીનું પી.એફ.ખાતું આપોઆપ બદલવાની વ્યવસ્થા.

ચીફ પી.એફ.કમિશનર વી પી જૉયે અંગ્રેજી સમાચાર પત્ર ઇકોનોમિક્સ ટાઇમ્સ સાથેની વાતમાં કહ્યું કે,નિશ્ચિત સમય પહેલા ખાતા બંધ થઇ જવા તે મુખ્ય પડકારોમાંના એક પડકાર છે અને આ સમસ્યાના સમાધાન માટે કોઇશ ચાલી રહી છે.

 

તેમણે કહ્યું કે,જ્યારે કોઇ નાકરી બદલે ત્યારે ઘણીવાર ખાતા બંધ થઇ જતા હોય છે અને પછી જે તે કર્મચારી તેનું નવું પી.એફ. ખાતું ખોલાવે છે.હવે અમે એનરોલમેન્ટ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવી દીધું છે.અમે નથી ઇચ્છતા કે, પી એફ ખાતા બંધ થાય.પી એફ ખાતું એક કાયમી ખાતું છે.અમે કોશિશ કરી રહ્યા છીએ કે,જો કોઇ કર્મચારી નોકરી બદલે તો કોઇ અરજી કર્યા વિના તેના પૈસા ત્રણ દિવસમાં ટ્રાન્સફર થઇ જાય.

તેમણે કહ્યું કે,જો કોઇ પાસે આધાર આઇડી છે અને વેરીફાઇડ આઇડી છે તો દેશના કોઇ પણ ખૂણામાં નોકરી બદલે તો પણ કોઇ અરજી કર્યા વિના તેનું પી એફ ખાતું ટ્રાન્સફર થઇ જશે.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News