India / sports
રમત હોય કે રાજકારણ...ભ્રષ્ટાચાર જ નીતિ છે નેતાઓ અને ખેલાડીઓનીઃ પુનામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે રમાતા પહેલાં 'પિચ ફિક્સિંગ'નો ભંડાફોડ !
12:27 PM on 25th October, 2017

હવે તો સવાલ એ છે કે,ભ્રષ્ટાચાર ક્યાં નથી ? રાજનેતાઓને ભ્રષ્ટાચારી હોવાનો ન દોષ દો,જાહેર જીવનમાં નામ-દામ કમાવવા ભ્રષ્ટાચાર સિવાય બીજું કરવાનું શું હોય ? ક્રિકેટમાં પણ રાજનીતિ હોય છે,વ્યક્તિગત ધોરણે શ્રીસંત જેવા ભ્રષ્ટાચારી હોય છે તે બધા જાણે છે પણ ક્રિકેટના મેદાનમાં પિચ સાથે છેડછાડ કરી ચોક્કસ બોલર કે બેટ્સમેનને જ લાભ કરાવવાનો પણ ભ્રષ્ટાચાર ચાલે છે તે થોડું નવું છે.હિંદી સમાચાર ચેનલ 'આજતક' દ્વારા કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનમાં આ ભ્રષ્ટાચાર ખુલ્લો પડતાં બીસીસીઆઇ પણ ફિક્સમાં આવી ગયું છે કારણ કે,કલંક તો તેના પર પણ લાગ્યું છે.

 

 

'આજતક' હિંદી સમાચાર ચેનલે પુનાના ક્રિકેટ મેદાનના પિચ ક્યુરેટર પાંડુરંગ સલગાંવકર પાસે રિપોર્ટને મોકલી બે ખેલાડીને લાભ થાય તે માટે પિચમાં ફેરફાર કરી આપવાની માગણી કરી અને પાંડુરંગ સલગાંવકર સંમત થઇ ગયો.પિચ વિશેની ગુપ્ત જાણકારી રિપોર્ટને આપી.રિપોર્ટરને ખીલાવાળા શૂઝ પહેરી પિચ પર ચાલવા પણ દીધો.તેણે કહ્યું કે,તે થોડી જ મિનિટોમાં પિચનો મૂડ બદલી શકે છે.તેણે કહ્યું કે,તેણે જે પિચ તૈયાર કરી છે તેના પર 337 સુધીનો સ્કોર થઇ શકે છે જેને આરામથી ચેઇઝ કરી શકાય છે.

આ સ્ટિંગ બહાર આવતા ચોંકી ઉઠેલી બીસીસીઆઇના કાર્યકારી મંત્રી અમિતાભ ચૌધેરીએ કહ્યું કે,આ બાબતે હવે આઇસીસીના મેચ રેફરી કાર્યવાહી અંગે વિચાર કરશે.ચૌધરીએ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ સાથે આ બાબતે વાત કરી છે.ચૌધરીએ કહ્યું કે,આ ઘટના બહાર આવતા હવે પાંડુરંગ સલગાંવકરને મેદાનમાં જવા દેવામાં નહીં આવે અને કડક કાર્યવાહી કરવામાં આવશે.

 
 

Read Also

 
Related News