India / Entertainment
રાજકપૂરનું ફિલ્મ નિર્માણ સ્વપ્ન આર કે સ્ટુડિયોમાં ભીષણ આગ
05:17 PM on 16th September, 2017

મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ આર કે સ્ટુડિયોમાં ભીષણ આગ લાગી હતી..આગમાં બહુ મોટું આર્થિક નુકસાન થયાના પ્રાથમિક અહેવાલ છે.આર કે સ્ટુડિયોમાં ટેલિવિઝન રિયાલિટી શૉ 'સુપર ડાન્સર'ના સેટ પર આગ લાગી હતી.

 

 

આર કે સ્ટુડિયોના એક સેટ પર ટેલિવિઝન રિયાલિટી શૉ 'સુપર ડાન્સર'નું શૂટિંગ ચાલી રહ્યું હતુ્ ત્યારે શોર્ટ સર્કિટના કારણેઆગ લાગી હતી. બપોરે લગભગ 1 વાગ્યે આગ લાગી હતી.સૂત્રોએ કહ્યું કે,આગ એટલી મોટી હતી કે, સ્ટુડિયો નજીકના બે કિલોમીટર વિસ્તારમાં વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.

ટેલિવિઝન રિયાલિટી શૉ 'સુપર ડાન્સર'ની સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી તેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

 

ઉલ્લેખનિય છે કે,રાજકપૂરે માત્ર 24 વર્ષની વયે 1948માં આર કે ફિલ્મસ અને સ્ટુડિયોનું નિર્માણ કર્યું હતું.આર કે બેનર અને સ્ટુડિયોની પહેલી ફિલ્મ હતી 'આગ' જે બહુ સફળ રહી ન હતી.

 
 

Read Also

 
Related News