India / gujarath
ગુજરાતમાં અન્ડર કરંટ છે જે ભાજપાને લાગવાનો છેઃ વસ્તુ બને ચીનમાં,વેંચાય ગુજરાતમાં,ચીનમાં દર કલાકે 50,000 લોકોને નોકરી અને ભારતમાં રોજ માત્ર 450ને નોકરી ! ગુજરાત મોડલ એટલે ગરીબોના પૈસા અમીરોને આપવાઃ રાહુલની વધતી આક્રમકતા
01:58 PM on 01st November, 2017

રાહુલ ગાંધી આજથી ફરી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. ગુજરાતમાં કોંગ્રેસની નવસર્જન યાત્રા હેઠળ રાહુલની ગુજરાતની આ ત્રીજી મુલાકાત છે. આજે સવારે ગુજરાત પહોંચેલા રાહુલે જંબુસરમાં સભા સંબોધી હતી.સભામાં રાહુલે કેન્દ્રની ભાજપ સરકાર, વડાપ્રધાન મોદી અને તેમની નીતિઓ પર પ્રહાર કર્યા.રાહુલે કહ્યું કે,ગુજરાતમાં અન્ડર કરંટ ચાલી રહ્યો છે અને આ કરંટ ભાજપને લાગવાનો છે.

આજે રાહુલ આક્રમક મૂડમાં હતા.તેમણે કહ્યું કે,હું આખા દેશમાં ફરું છું.ગુજરાતમાં પહેલીવાર એવું લાગી રહ્યું છે કે,કોઇપણ સમાજ ખુશ નથી.પુરા સમાજમાં દુખ અને તકલીફો છે.ગુજરાતમાં માત્ર 5-6 બિઝનેસમેન જ ખુશ છે.આ બિઝનેસમેનોનો મોદી સરકારથી કોઇ તકલીફ નથી.

 

 

 

ગુજરાતમાં ગરીબોને પાણી નથી મળતું પણ મોટા બિઝનેસમેનોને બધું પાણી આપી દેવામાં આવે છે.ખેડૂતો રડે છે.લોન માફ કરાવવા ઇચ્છે છે.મોદીએ ટાટા નેનોને 33000 કરોડ રૂપિયાની લોન આપી પણ ખેડૂતોની લોન માફ ન કરી.

આજે માર્ગ પર નેનો દેખાતી પણ નથી.આ છે ગુજરાત મોડલ.ગરીબોની જમીન અને પાણી લઇને નેનોને આપી દીધા પણ ફાયદો ન થયો.ગરીબોના પૈસા લઇ અમીરોને આપવા તે ગુજરાત મોડલ છે.ગુજરાતમાં કોઇ યુવાનને ભણવું હોય તો તેણે 10થી15 લાખ રૂપિયા ખર્ચ કરવો પડે છે.

રાહુલે કહ્યું કે,ગુજરાત મોડલથી અહીંના યુવાનોને રોજગાર નથી મળતો.ચીનના યુવાનોને રોજગાર મળે છે.ચીનમાં દર કલાકે 50,000 લોકોને રોજગાર મળે છે પણ ભારતમાં મેક ઇન્ડિયા હેઠળ 450 યુવાનોને રોજગારી મળે છે.વસ્તુ ચીનમાં બને છે અને વેંચાય છે ગુજરાતમાં તેમાં 5થી6 લોકોને જ ફાયદો થઇ રહ્યો છે.ગુજરાતના નાના વેપારીઓનો વેપાર નથી થઇ રહ્યો.

રાહુલે કહ્યું કે,ગુજરાતમાં અન્ડર કરંટ ચાલી રહ્યો છે અનવે ચૂંટણીમાં ભાજપાને આ કરંટ લાગવાનો છે.

 

 

નોટબંધી અંગે બોલતા રાહુલે કહ્યું કે,8 નવેમ્બરે મોદીએ હસતા હસતા 500 અને 1000ની નોટો બંધ કરી દીધી તેનાથી નાના વેપારીઓને મોટું નુકસાન થયું.પુરા પૈસા રોકડમાં નથી અને પુરી રોકડ કાળું નાણું નથી.મોદી સરકાર ત્રણ વર્ષથી સત્તામાં છે,કેટલા સ્વિસબેંક ધારકો જેલમાં છે.વિજય માલ્યા લંડનમાં મજા કરી રહ્યો છે.8 નવેમ્બરે આ લોકો ઉત્સવ મનાવશે પણ પુરા દેશના લોકો રડી રહયા છે.રાહુલે કહ્યું કે,અમે સરકારને કહ્યું હતું કે,જીએસટી ધ્યાનપૂર્વક અમલમાં લાવે અને 18 ટકાથી વધુ જીએસટી ન રાખે.

ત્રણ નવેમ્બરે રાહુલ સુરત જવાના છે.સુરતના હીરા અને કાપડના વેપારીઓ જીએસટીથી ખૂબ નારાજ છે.રાહુલ આ વેપારીઓને મળશે અને ચૂંટણી લાભ મેળવવાની કોશિશ કરશે.


 
 

Read Also

 
Related News