India / Entertainment
દીપિકા અને કેટરીના પછી રણબીર કપૂર ડિવોર્સી,એક સંતાનની માતા પાકિસ્તાની અભિનેત્રીના પ્રેમમાં !
01:07 PM on 22nd September, 2017

હિંદી ફિલ્મ ક્ષેત્રના પ્રથમ પરિવાર,કપૂર પરિવારની ચોથી પેઢીનો હીરો પુત્ર રણબીર કપૂર આજકાલ પાકિસ્તાની અભિનેત્રીના પ્રેમમાં છે.પાકિસ્તાનની અભિનેત્રી માહિરાખાન અને રણબીર કપૂર રિલેશનશિપમાં હોવાનું તો લાંબા સમયથી ચર્ચાય રહ્યું છે પણ હવે આ ચર્ચાને પુષ્ટિ પણ મળી રહી છે રણબીર અને માહિરાના વાયરલ થએલા અમુક ફોટાથી.

 

માહિરાખાન એટલે શાહરૂખખાનની ફિલ્મ 'રઇસ'ની હીરોઇન.માહિરા પાકિસ્તાનની છે અને ડિવોર્સી છે,તેને એક પુત્ર પણ છે.રણબીર અને માહિરાના બે-ચાર ફોટા આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે જેમાં રણબીર અને માહિરા કદાચ કોઇ હોટલમાં જોવા મળી રહ્યા છે અને બન્નેના હાથમાં સળગતી સિગરેટ જોવા મળી રહી છે.આ ફોટા કયા સ્થળના છે તેની ચોક્કસ માહિતી મથી મળી રહી પણ અનુમાન એવું છે કે,આ ફોટા ન્યૂયોર્કની કોઇ હોટલના છે.આ ફોટા કેટલા જુના છે તેની પણ માહિતી નથી.

 

 

સંજયદત્તના જીવન પર બની રહેલી ફિલ્મમાં રણબીર સંજયદત્તની ભૂમિકા કરી રહ્યો છે અને આ ફિલ્મના શૂટિંગ માટે તે જુલાઇમાં ન્યૂયોર્ક ગયો હતો.તે સમયે માહિરા પણ ન્યૂયોર્કમાં હતી.ઉલ્લેખનિય છે કે,આ પહેલાં રણબીર અને માહિરા દુબઇમાં પણ સાથે જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે,રણબીર કપૂર સૌ પહેલાં દીપિકા પાદુકોણના પ્રેમમાં હતો તે પછી લાંબો સમય કેટરીના કૈફ સાથે પ્રેમમાં હતો અને હવે કદાચ માહિરા સાથે.

 
 

Read Also

 
Related News