India / sports
2011ના વિશ્વકપ ફિક્સ હોવાના રણતુંગાના આરોપને નેહરા અને ગંભીરનો જવાબ
03:36 PM on 15th July, 2017

શ્રીલંકાના પ્રસિદ્ધ અને સમ્માનિય મનાતા પૂર્વ ક્રિકેટ કેપ્ટન અર્જુન રણતુંગાએ આક્ષેપ કર્યો હતો કે,વર્ષ 2011નો ક્રિકેટ વિશ્વ કપ જે ભારતચ જીત્યો તે મેચ ફિક્સ હતી.રણતુંગાના આ આક્ષેપનો ગૌતમ ગંભીર અને આશિશ નેહરાએ જવાબ આપ્યો છે.

રણતુંગાના આક્ષેપનો જવાબ આપતા ગૌતમ ગંભીરે કહ્યું કે,રણતુંગાના આક્ષેપથી હું આશ્ચર્યચકિત છું.આ વાત એવા ખેલાડીએ કહી છે જેનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બહુ સમ્માન છે.મને લાગે છે કે,તેમણે કરેલા આક્ષેપોને સાબિત કરવા તેમણે કોઇ પુરાવા પણ આપવા જોઇએ.ઉલ્લેખનિય છે કે,2011 વિશ્વકપમાં ગૌતમ ગંભીરે 97 રન બનાવ્યા હતા.

 

 

2011 વિશ્વકપમાં ભારતના બોલર રહેલા આશિષ નહેરાએ કહ્યું કે,આ પ્રકારના નિવેદનો પર ધ્યાન ન આપવું જોઇએ.હું રણતુંગાના આ નિવેદન અંગે કોઇ ટિપ્પણી કરી વાત વધારવા નથી માગતો.આ પ્રકારની વાતોનો કોઇ અંત નથી.1996માં શ્રીલંકા વિશ્વ કપ જીત્યું તે અંગે હું સવાલ ઉઠાવું તો તે સારું લાગશે ?આવી વાતમાં પડવું ન જોઇએ પણ રણતુંગા જેવી વ્યક્તિ આવી વાત કરે તો નિરાશા થાય છે.

2011 વિશ્વકપના અન્ય ખેલાડી હરભજનસિંહે આ આરોપને એટલો હલકો કહ્યો કે,કોઇ ટિપ્પણી કરવાની જ ના કહી દીધી.

 
 

Read Also

 
Related News