India / sports
ટીમ ઇન્ડિયાનો મુખ્ય કોચ બનાવવાનું વચન આપો તો જ અરજી કરીશ...રવિ શાસ્ત્રીનું 'વિરાટ વર્તન'
05:54 PM on 22nd June, 2017

ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ પદેથી અનિલ કુંબલએ રાજીનામું આપ્યા પછી હવે બીસીસીઆઇને નવા કોચની શોધ છે અને બોર્ડની સલાહકાર સમિતિ આ માટે પ્રયાસ કરી રહી છે.જે ઉમેદવારોએ અરજી કરી છે તે સિવાયના ખેલાડીઓ પર પણ સલાહકાર સમિતિની નજર છે.અગાઉ ટીમ ઇન્ડિયાના ડાયરેકટર રહેલા રવિ શાસ્ત્રીએ દાદાગીરીથી કહ્યું છે કે,બોર્ડ અને સલાહકાર સમિતિ તેને વચન આપે કે,મુખ્ય કોચની નોકરી તેને જ આપવામાં આવશે તો જ તે મુખ્ય કોચના પદ માટે અરજી કરશે.

ટીમ ઇન્ડિયાના ડાયરેક્ટર પદે રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પુરો થયો ત્યારથી વિરાટ રવિ શાસ્ત્રીને જ કોચ પદે ઇચ્છતો હતો અને ઇચ્છે છે.શાસ્ત્રીને કોચ પદે લાવવા જ વિરાટે કુંબલે સાથે વિવાદ ઉભો કર્યો હતો અને અંતે કુંબલેનો ભોગ લીધો પણ ખરો.

રવિ શાસ્ત્રી જો અરજી કરતા પહેલાં આટલી દાદાગીરીથી વાત કરતો હોય તો તેનો અર્થ જ એ છે કે,તેને ખબર છે કે,વિરાટને શાસ્ત્રી જ જોઇએ છે અને વિરાટ કોઇપણ રીતે તેને લેવડાવીને જ રહેશે.

ક્રિકેટનેકસ્ટ સાથે વાત કરતાં રવિ શાસ્ત્રીએ કહ્યું કે,ટીમ ઇન્ડિયાના કોચ બનવા બાબતે તે માત્ર ક્રિકેટ બોર્ડ અથવા સલાહકાર સમિતિ સાથે જ વાત કરશે.જો તેને વચન આપવામાં આવે કે,ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચની નોકરી તેને જ આપવામાં આવશે તો તે સ્થિતિમાં તે નોકરી માટે અરજી કરશે.તેણે કહ્યું કે,કોચ બનવા લાઇનમાં ઉભા રહેવાનો કોઇ સવાલ જ નથી.

 

 

સમસ્યા એ છે કે,ક્રિકેટ બોર્ડની સલાહકાર સમિતિના સદસ્ય સૌરવ ગાંગુલી અને શાસ્ત્રીને નથી બનતું અને ગત વખતે ગાંગુલીએ જ શાસ્ત્રીની ઉમેદવારી રદ્દ કરી દીધી હતી.કદાચ આ પણ એક કારણ હોય શકે કે,શાસ્ત્રીએ કહ્યું હોય કે,પરિણામ પહેલા આપો,પરીક્ષા હું પછી આપીશ.

આમ તો ક્રિકેટને સદગૃહસ્થઓની રમત કહેવામાં આવે છે અને રમતમાં રાજનીતિ ન હોવી જોઇએ પણ ભારતીય ક્રિકેટમાં વિરાટ કોહલીએ ગંદી રાજનીતિ શરૂ કરી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કોહલીને શરણે થઇ રહ્યું છે તે સારી વાત નથી.વિરાટની સરમુખત્યારીને શરણે થયા વિના ક્રિકેટ બોર્ડે વિરાટને જ પડતો મૂકી પાઠ ભણાવવો જોઇએ.ભલે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિઝ અને શ્રીલંકાની શ્રેણીઓ હારતી કારણ કે,જેમની સામે ન હારવું જોઇએ તે પાકિસ્તાન સામે વિરાટની જીદ અને અહંકારે જ ભારતને હરાવ્યું છે તો તેના અહંકારને પણ તોડવો જ જોઇએ.ક્રિકેટ બોર્ડે બતાવવું જોઇએ કે,રમત અને બોર્ડથી ઉપર કોઇ ખેલાડી નથી તે વિરાટ પણ કેમ ન હોય.


 
 

Read Also

 
Related News