India / Business
ભારત છોડીને ન ગએલા '26 માલ્યાઓ'ની યાદી રિઝર્વ બેંકે જાહેર કરી,આ એવા માલ્યા છે જેમની પાસે ઓછામાં ઓછા પાંચ પાંચ હજાર કરોડની લોન બાકી છે !
02:20 PM on 30th August, 2017

દેશના અનેક ધનવાનો,મૂડીપતિઓ સામાન્ય જનતાના અબજો કરોડો રૂપિયા રાજનેતાઓના આશીર્વાદ અને બેંકોની મીલીભગતથી ચાઉં કરી ગયા છે અને જલ્સા કરે છે.વિજય માલ્યા 9000 કરોડનું બેંકોનું ફુલેકું ફેરવી લંડન ભાગી ગયો પણ હજુ બીજા ઘણા બધા માલ્યાઓ છે જે દેશમાં જ છે અને માલ્યાએ હજમ કરેલી રકમ જેટલી જ રકમો હજમ કરીને બેઠા છે અને ઓડકાર પણ નથી ખાતા.રિઝર્વં બેંક ઓફ ઇન્ડિયાએ 26 સુર સ્ટાર દેવાળીયાઓની યાદી દેશની બધી બેંકોને મોકલી આપી છે.રિઝર્વ બેંકે દેશની બધી બેંકોને કહ્યું છે કે,આ 26 મહાનુભવોને દેવાળીયા જાહેર કરતાં પહેલાં તેમની પાસેથી લેવાની નિકળતી બાકી રકમ વસૂલ કરવાની પ્રક્રિયા શરૂ કરે.આ માટે બેંકોને 13 ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

 

 

રિઝર્વ બેંકે દેશની બધી કોમર્શિયલ બેંકોને કહ્યું છે કે,બેંકો તેમના નિયમો હેઠળ પહેલા તો બાકી રકમ વસૂલવાની કોશિશ કરે અને જો વસૂલી ન થઇ શકે તો આવા લોકોને દેવાળીયા જાહેર કરી દે.

રિઝર્વ બેંકે જે યદી જાહેર કરી છે તેમાં એવી 26 કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની પાસે 30 જૂન સુધી કોઇ બેંકે આપેલી લોનની 60 ટકા રકમ લેવાની નિકળે છે.આ યાદીમાં વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ અને જયપ્રકાશ એસોસિએટેડ જેવી જાણીતી કંપનીઓ પણ છે.

આ પહેલાં જૂન 2017માં રિઝર્વ બેંકે જે 12 કંપનીની યાદી જાહેર કરેલી તે 12 કંપનીઓ પાસે બેંકિંગ ક્ષેત્રની અંદાજે 25 ટકા લોન બાકી છે.

ઉલ્લેખનિય છે કે,રિઝર્વ બેંક જે યાદી જાહેર કરે છે તેવી કંપનીઓની હોય છે જેમની પાસે ઓછામાં ઓછી 5000 કરોડ રૂપિયાની રકમ બાકી છે.


 
 

Read Also

કિમ જોંગ ઉનનું અપમાન કરનાર પ્રેસિડેન્ટ ટ્રંપ મોતના હકદાર,કોરિયાની સીમાની મુલાકાત રદ્દ કરનાર ટ્રંપ કાયર !નીતિન પટેલે કર્યો સૌથી મોટો ઘટસ્ફોટઃ ગુજરાતના વિકાસથી રાહુલ અને કોંગ્રેસના નેતાઓ ખુશ છેઃચૂંટણી પ્રચારમાં તો અમથા જ ટીકા કરે છે ! એવું બને કે,કાલે કોંગ્રેસ પણ નીતિન પટેલે કરેલા નિવેદન જેવું જ કોઇ નિવેદન કરે !મોદી એકલા થોડા સ્માર્ટ છે ? દેશની જનતા વધુ સ્માર્ટ છે...નોટબંધીના સવા શેર પર ચતુરાઇનો દોઢ શેર...લાખો કરોડોનું કાળું નાણું સફેદ કરી લીધું અને મોદી કંઇ ન કરી શક્યા !ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું UC બ્રાઉઝર ગૂગલ પ્લે સ્ટોરમાંથી ગાયબ ! ગૂગલે હટાવી દીધું ?ગુજરાતમાં ચૂંટણી સમયે આતંકી હુમલાની આશંકા,આતંકીઓ સમુદ્રી માર્ગે આવી હુમલો કરે તેવી શકયતા,મોદી-શાહ-યોગી નિશાને
'પદ્માવતી' વિવાદઃ ભણસાળીનું માથું કાપી લાવનારને 5 કરોડના ઇનામની ઓફરWOW...અમદાવાદમાં પ્રદૂષણનો ગાંડો વિકાસ,એર કવોલિટી ઇન્ડેકસ મહત્તમ 403,લોકોને સૂચનાઓ આપી અમદાવાદ મહાપાલિકાએ હાથ ઉંચા કરી દીધા,હમણાં જ મેટ્રો ટ્રેન માટે હજારો વૃક્ષો કાપ્યા હતા...!21મી સદીનો ભારતીય કોલંબસ...ઇંદોરના સુયશ દીક્ષિતે મિસ્ત્ર અને સૂદાન વચ્ચેની 800 ચોરસ માઇલ 'બિન વારસી ' જમીનને 'કિંગ્ડમ ઓફ દીક્ષિત' દેશ ઘોષિત કરી દીધો !ગંડકી નદી પરના હાઇડ્રોઇલેકટ્રિક પ્રોજેકટનો ચીની કંપની સાથેનો કોન્ટ્રાક્ટ નેપાળે રદ્દ કર્યો,ભારતીય કંપનીને કોન્ટ્રાક્ટ મળવાની શક્યતાસારી કર પ્રણાલી GSTને સરળ બનાવવા વિજય કેલકરની અધ્યક્ષતામાં સમિતિ બનાવો અને સૂચનોનો અમલ કરોઃયશવંત સિંહા

 
Related News