India / Business
વ્યાજ દર ઘટાડવા રિઝર્વ બેંકની સ્પષ્ટ 'ના', રેપો રેટ 6.25 ટકા યથાવત્
04:39 PM on 07th June, 2017

નાણા નીતિ સમિતિની બે દિવસ ચાલેલી જૂન મહિનાની દ્વિમાસિક બેઠકના અંતે રિઝર્વ બેંકે વ્યાજ દર ઘટાડવાની  સ્પષ્ટ 'ના' કહી રેપો રેટ 6.5 ટકાએ યથાવત્ રાખ્યો છે અને SLRમાં 50 ટકા બેઝિક પોઇન્ટનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

 

રિઝર્વ બેંકે કહ્યું કે, વ્યાજ દરોમાં ઘટાડો કરતા પહેલાં તેને ચોમાસાનું યોગ્ય આકલન કરવાનું છે અને જીએસટીને પુરા દેશમાં લાગુ કરવાના મામલા સંબંધિત પડકારોનું પણ તેણે આકલન કરવાનું છે.વિશ્વ સ્તર પર બદલાય રહેલા વ્યાપારિક વાતાવરણનો પણ રિઝર્વ બેંકે ઉલ્લેખ કર્યો હતો.

રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો ન કરતા હવે બેંકો પણવ્યાજ દરોમાં ઘટાડો નહીં કરે અને જુના વ્યાજ દરો પર જ લોન આપશે.રેપો રેટ ન ઘટતા હવે કાર અને મકાન લોનના હપ્તા પણ નહીં ઘટે.

 
 

Read Also

 
Related News