India / Business
RILની સફળતા,જિયોના વિશ્વ વિક્રમ,મોબાઇલ ડેટા ઉપયોગમાં ભારતનો ક્રમ પ્રથમ,જિયો આપશે શૂન્ય રકમમાં 4G ફીચર ફોન
01:15 PM on 21st July, 2017

જિદ્દે ચઢેલો ગુજરાતી કોઇનો નહીં, ગુજરાતી કોઇપણ હોય તે જો કોઇ બાબતને વટનો સવાલ બનાવી લે તો ક્યારેય પારોઠના પગલાં નથી ભરતો તે મોહનદાસ કરમચંદ ગાંધી હોય કે મુકેશ અંબાણી હોય. ભારતના ટેલિકૉમ ક્ષેત્રે એક ચક્રી શાસન કરવા મુકેશ અંબાણી જાણે જિદે ચઢ્યા છે.જિયો ને એક એક ભારતીય સુધી પહોંચાડવાનું લક્ષ્ય લઇને બેઠેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું  છે કે,જિયો શૂન્ય રકમમાં મોબાઇલ આપશે.ધીરુબાઇ અંબાણીનું સૂત્ર હતું કર લો દુનિયા મુઠ્ઠીમેં, મુકેશ અંબાણીનું લક્ષ્ય કર લો દુશ્મન મુઠ્ઠીમેં,ફિર મસલ ડાલો.

 

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આજે મુંબઇમાં મળેલી વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ જિયો સંબંધિત મહ્તવની માહિતી આપી હતી અને જિયો નેટવર્કના હરણફાળ વિકાસની જાણકારી આપવા સાથે ભવિષ્યના લક્ષ્યોની જાણકારી પણ આપી હતી અને જિયો તેના ગ્રાહકોને મફત ફોન આપશે તેવી ઘોષણા કરી હતી.

સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ દેશનો સૌથી સસ્તો  4G ફીચર ફોન લોન્ચ કર્યો.સામાન્ય સભાને સંબોધતા મુકેશ અંબાણીએ કહ્યું કે, આગામી સપ્ટેમ્બર સુધીમાં દેશભરમાં જિયોના 10,000 સેન્ટર હશે.આગામી એક વર્ષમાં જિયો ભારતની 99 ટકા વસતીને આવરી લેશે.જિયોએ બનાવેલા વિવિધ વિશ્વવિક્રમોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું કે,જિયો પાસે 125 મિલિયન ગ્રાહક છે.જિયો ડેટા લોન્ચિંગ સમયે દર મહિને 20 કરોડ જીબી હતો તે 6 જ મહિનામાં દર મહિને 120 કરોડ જીબી થઇ ગયો.મોબાઇલ ડેટાના ઉપયોગની દ્રષ્ટિએ ભારત ચીન અને અમેરિકા કરતાં પણ આગળ નિકળી ગયું છે.જિયોના આગમન પહેલા મોબાઇલ બ્રોડબેન્ડમાં ભારતનો નંબર 155મો હતો.જિયો આવ્યા પછી મોબાઇલ ડેટા ઉપયોગમાં ભારત દુનિયામાં પ્રથમ ક્રમે આવી ગયું છે.

 

તેમણે કહ્યું કે,1977માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 70 કરોડ હતું તે આજે 330,000 કરોડ છે.4700 ગણું વધુ.અમારી કુલ સંપત્તિ 33 કરોડથી વધીને 700,000 કરોડની થઇ ગઇ છે.જે 20,000 ગણાથી વધુ છે.1977માં અમે કરેલું 1000 રૂપિયાનું રોકાણ આજે 16,54,503 રૂપિયા થઇ ગયું છે.વિતેલા 40 વર્ષમાં તમારા પૈસા દર અઢી વર્ષે બમણા થયા છે.

 

સામાન્ય સભામાં ધીરૂભાઇના નામના સૂત્રો પોકારાતા કોકિલાબહેન અને મુકેશ અંબાણી માં-દીકરો બન્નેની આંખો ભીની થઇ ગઇ હતી.

 
 

Read Also

કહાનીમેં બડા ટ્વિસ્ટ....! ગુરમીતના ડેરાને બરબાદ કરી દેવાનું દાદાને આપેલું વચન પુરું કરી રહી છે હનીપ્રીત ? ગુરમીત સાથેનો સંબંધ હનીપ્રીતની ગહરી ચાલ હતી ? ગુરમીતે તેની ઇજ્જત લૂંટી તેનો બદલો લેવા હનીપ્રીતે આટલા વર્ષ પ્રેમનું નાટક કર્યું ?કુમારી જે. જયલલિતાના મોત અંગે AIADMKના નેતાને પણ શંકા, બીમારી અંગે દબાણ કરી ખોટું બોલાવાયુંનો સ્વીકારઉત્તર કોરિયા પછી હવે ઇરાન...અમેરિકાની જગત જમાદારી સામે વધી રહેલા પડકાર, ઇરાને કર્યું મિસાઇલ પરીક્ષણગુરમીતની LOVER છે હનીપ્રીત,કોઇનામાં તાકાત નથી તેની હત્યા કરવાનીઃ વિશ્વાસ ગુપ્તાકાશ્મીર મામલાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા ઇચ્છતા પાકિસ્તાનને ચીને પણ લાત મારી

 
Related News