રૂપિયા 1ના મૂલ્યની કાગળની ચલણી નોટનો આજે 100મો જન્મ દિવસ છે.આજથી બરાબર 100 વર્ષ પહેલા પહેલીવાર રૂપિયા 1ના મૂલ્યની કાગળની નોટ ભારતમાં છાપીને ચલણમાં મૂકવામાં આવી હતી.

શું કામ છાપવામાં આવી રૂપિયા 1ની કાગળની નોટ ? તે સમયની અંગ્રેજ સરકારની મજબૂરી હતી.કારણ હતું પ્રથમ વિશ્વયુદ્ધ.તે સમયે 1 રૂપિયાના ચાંદીના સિક્કા ચલણમાં હતા.પ્રથમ વિશ્વયુદ્ધના કારણે ચાંદીના ભાવમાં જબરો ઉછાળો આવ્યો અને તત્કાલીન અંગ્રેજ સરકારે ચાંદીના સિક્કા સાથે કાગળની નોટ છાપવા મજબૂર બનવું પડ્યું.
રૂપિયા 1ની કાગળની જે પહેલી નોટ છાપવામાં આવી તેના પર બ્રિટીશ સામ્રાજ્યના કિંગ પંચમનો ફોટો હતો અને તે સમયના ત્રણ નાણા સચિવોના હસ્તાક્ષર હતા.
1926ના વર્ષમાં રૂપિયા 1ની નોટ બંધ કરવામાં આવી હતી.1940ના વર્ષમાં ફરી રૂપિયા 1ની નોટ શરૂ કરવામાં આવી.1994માં ફરી નોટ બંધ કરવામાં આવી.2015માં ફરી ચલણમાં લાવવામાં આવી.

રૂપિયા 1ના મૂલ્યની નોટની વિશેષતા એ છે કે,આ નોટ રિઝ્રવબેંક નહીં પણ ભારત સરકાર બહાર પાડે છે.પહેલીનોટમાં અંગ્રેજ નાણાસચિવોના હસ્તાક્ષર હતા તે પરંપરાને જાળવી આજે પણ રૂપિયા 1ની નોટ પર કેન્દ્ર સરકારના નાણા સચિવના જ હસ્તાક્ષર હોય છે.અન્ટ બધી ચલણી નોટો રિઝર્વબેંક બહાર પાડે છે અને તેના પર રિઝર્વબેંકના ગવર્નરના હસ્તાક્ષર હોય છે. રિઝર્વબેંક જે ચલણી નોટ બહાર પાડે છે તેમાં રિઝ્રવ બેંકના ગવર્નરનું વચન છાપેલું હોય છે પણ રૂપિયા એકની નોટ પર આવું કોઇ વચન છાપેલું નથી હોતું.