ક્રિકેટના ભગવાનની ઉપમા પામેલા ક્રિકેટર સચિન તેંડૂલકર 10 નંહ લખેલી જે જર્સી પહેરીને રમવા મેદાનમાં ઉતરતા તે જર્સીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નિવૃત જાહેર કરી છે.
ઉલ્લેખનિય છે કે,10 નંબરની આ જર્સી પહેરી માર્ચ 2012માં પાકિસ્તાન વિરૂદ્ધ છેલ્લી વન-ડે સચિન રમ્યા હતા.તે પછી 10 નંબરને કોઇ ભારતીય ક્રિકેટર આ નંબર સાથે આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો ન હતો પણ આ જ વર્ષે ગત ઓગસ્ટ મહિનામાં શ્રીલંકા વિરૂદ્ધ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરી હતી તેનો ઉગ્ર વિરોધ થયો હતો.

આ વિરોધ પછી હવે પછી કોઇ નવો વિવાદ ઉભો ન થાય તે માટે BCCIએ 10 નંબરની જર્સીને નિવૃત ઘોષિત કરી હોવાનું માનવામાં આવે છે.બોર્ડ ઇચ્છે છે કે,10 નંબરની જર્સી સચિનના નામે જ રહે અને બોર્ડ તથા ક્રિકેટરો દ્વારા તેને આપવામાં આવેલું સમ્માનનું પ્રતીક રહે.
જો કે,ઇન્ડિયા 'A' અથવા ઘર આંગણાની મેચમાં ખેલાડી 10 નંબરની જર્સી પહેરી શકશે.