સલમાને ફરી જુની વાત કરી, બિગ બૉસ સીઝન 11 તેની અંતિમ સિઝન છે,કારણ ઢીંચાક પૂજા છે ?
બિગ બોસ સીઝન-11માં રેપર ઢીંચાક પૂજાની ગઇકાલે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ.ઢીંચાક પૂજાની કલા કે આવડત કે હાલની તેની પ્રસિદ્ધિથી સલમાન ખુશ ન લાગ્યો અને તેણે કહ્યું કે,હવે આ સિઝન તેની અંતિમ સીઝન છે.
ગઇકાલે ઢીંચાક પૂજા સ્ટેજ પર આવી તે પહેલાં સલમાને પૂજાનું નામ બોલતા પહેલાં ઉંડો શ્વાસ લીધો અને પછી ખાસ્સો સમય લીધો અને પછી થોડું મજાકિયા હસી લઇ પૂજાનું નામ લીધું.પૂજા આવી તો તેને પૂછ્યું કે,ઢીંચાક તેની અટક છે કે શું.

આ પછી સલમાને પૂજાને તેનું વાઇરલ ગીત ગાવા કહ્યું...સેલ્ફી લે લી મૈંને...આ ગીત સલમાનને બહુ પસંદ ન આવ્યું અને આશ્ચર્ય સાથે પૂછ્યું કે,આ ગીત લોકોએ કઇ રીતે હિટ કરી દીધું ? પછી તેણે વાત વાળી લઇને કહ્યું કે,આ ગીત તો સુપર હિટ થવું જોઇતું હતું.
બોલીવુડ લાઇફનો અહેવાલ કહે છે કે,ઢીંચાક પૂજાની ઘરમાં એન્ટ્રી થઇ તે પહેલાં સલમાને પૂજાના ગીત સાંભળ્યા અને પછી બોલ્યો કે,હવે આ સીઝન તેની અંતિમ સીઝન છે.
બિગ બોસના આયોજકો જે રીતના લોકોને સ્પર્ધક તરીકે લાવી રહ્યા છે તેમના સ્તર બહુ ઉંચા નથી હોતા.ઢીંચાક પૂજા જેવી એકાદ ગીતથી હિટ થએલી છોકરીને લાવવી સલમાનને કદાચ નથી ગમ્યું.જો કે,સલમાને સીઝન 8,સીઝન 9 અને સીઝન 10માં પણ કહ્યું હતું કે,આ તેની અંતિમ સીઝન છે પણ એવું બન્યું નથી.