India / Business
SBIની 'વ્યાજ ખાઉ' નીતિઃ ફિક્સ ડિપોઝીટનું વ્યાજ ઘટીને 6.75 ટકા
02:21 PM on 06th July, 2017

દેશની સૌથી મોટી સરકારી અને ભારતીયોની પોતાની કહેવાતી બેન્ક ભારતીય સ્ટેટ બેંક લોકાનું વ્યાજ ખાઇ ગઇ છે.ફિક્સ ડિપોઝીટ પરનું વ્યાજ સ્ટેટ બેંકે ઘટાડીને માત્ર 6.75 ટકા કરી દીધું છે.જે વિતેલા છેલ્લા 7 વર્ષનો સૌથી નીચો વ્યાજ દર છે.

 

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા 1 કરોડથી ઓછી રકમનું વ્યાજ 1 વર્ષ માટે 6.7 ટકા કર્યું છે.આ સાથે જ વ્યાજ દર વર્ષ 2010ની સ્થિતિમાં પહોંચી ગયો છે.

ઉલ્લેખનિય છે કે,ખાનગી ક્ષેત્રની બેંકો ICICI  અને HDFC બેંક એક વર્ષની ફિક્સ ડિપોઝીટ પર 6.9 ટકા વ્યાજ આપી રહી છે.પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી જાહેર ક્ષેત્રની બેંકો 6.8 અને 6.9 ટકા વ્યાજ આપી રહી છે.

 
 

Read Also

 
Related News